ઝારખંડ, કેરળ અને પંજાબ, જીડીપી ગ્રોથમાં તળીયે
આર્થિક, શૈક્ષણિક તેમજ વિકાસ દરે સૌથી પછાત ગણાતા રાજય એટલે કે બિહાર, પરંતુ બિહારે પછાતની માનસીકતાને તોડીને સર્વોચ્ચ ગ્રોથ સાથે જીડીપીમાં સૌથી વધુ હાઈએસ્ટ ટકાવારી મેળવી સાબીત કરી બતાવ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૧.૩ ટકા ગ્રોથ ધરાવતા ૧૭ રાજયોમાં બિહારે ટોચનું સ્થાન મેળવ્યું છે. જેમાં બીજા નંબરે આંધ્રપ્રદેશ અને ત્રીજો ક્રમે ગુજરાતે સ્થાન હાસલ કર્યું છે.
ફિઝકલ યર ૨૦૧૮માં વૃદ્ધિ, ફુગાવા અને સરવાળાને ધ્યાનમાં લઈ કર્ણાટક અને ગુજરાતે ટોચના ૩ રાજયોમાં સ્થાન મેળવ્યું છે. જો કે, સેન્ટ્રલ સ્ટેસ્ટીંક ઓફિસ દ્વારા કરાયેલા રિસર્ચમાં ગોવાને કાઢી નાખવામાં આવ્યું હતું કારણ કે તે ખૂબજ નાનુ રાજય છે. જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકશન એમાં રાજયોની ગણતરી મુજબ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડકટ મુજબ લોકોની માથા દીઠ આવકની ગણતરી કરવામાં આવતી હોય છે.
ગત પાંચ વર્ષની સરખામણીએ ૧૭ માંથી ૧૨ રાજયો એવા હતા કે જેનો જીડીપી ગ્રોથ આ વર્ષે બમણી જોવા મળ્યો હતો. જો કે જે રાજયની આવક ઓછી હોય છે તેનો જીડીપી ગ્રોથ પણ ઓછો હોય છે પરંતુ બિહાર જેવા ઓછા વિકાસ અને લઘુતમ આવક ધરાવનાર મહત્તમ વ્યક્તિઓ સાથેના રાજયમાં લોકોની માથાદીઠ આવક ઓછી હોવા છતાં જીડીપી ગ્રોથમાં બિહારે ટોચનું સ્થાન મેળવતા પ્રથમ ક્રમ હાસલ કર્યો છે.