૫૦૦૦ નોટના ૩૦ લાખ રૂપિયા લોકો મુકાયા આશ્ર્વર્યમાં અનેક લોકો નોટ જોવા આવે છે
જૂના ચલણી સિક્કા અને નોટની કિમત જેમ જેમ જૂના થતા જાય તેમ તેમ તેનું મુલ્ય વધતું હોવાનું મનાય છે. હાલમાં આ વાત સાચી જણાતી હોવાનું બાબત જાણમાં આવી છે.
ઘણા લોકોને આવા ચલણી સિક્કા અને નોટ સાચવી રાખવાનો શોખ હોય છે. પોરબંદરના શૈલેષ ઠાકરને પણ આવો જ શોખ હતો. શૈલેષ ઠાકર પાસે અનેક જૂના ચલણી સિક્કા અને નોટ છે પણ જ્યારે વડાપ્રધાન મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી ત્યારે જૂની નોટોના ભૂતકાળ વિષે જાણવા મળ્યું છે.
વર્ષ ૧૯૫૨ માં દેશમાં ૫૦૦૦ રૂ. ની નોટ ચલણમાં આવી હતી તેને ૧૯૭૮ માં તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇન્ટરનેટ પર સર્ચ કરતા આ નોટનું મૂલ્ય એક મ્યુઝીયમના માલિકોએ હરાજીમાં ૩૦ લાખથી પણ વધુ ગણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
શૈલેષ ભાઈના દાદા અને પિતા પણ શૈલેષભાઈના ચલણી સિકા અને નોટ ભેગી કરવામાં મદદ રૂપ થતાં હતા. ૫૦૦૦ ની નોટ તેના દાદા જયંતીલાલ ઠાકરે આપી હોવાનું જણાવ્યું હતું. હાલ આ નોટને જોવા અનેક લોકો શૈલેશભાઈની દુકાને આવે છે.સંઘરેલો સાપ પણ કામ લાગે તે મુજબ શૈલેશભાઈના વડીલોએ સંઘરેલી ૫૦૦૦ની નોટ કે જેનું મુલ્ય ૩૦ લાખ જેવું થાય તેને નિહાળવા લોકો આવે છે.