અન્ય લીકર કરતા આલ્કોહોલનું પ્રમાણ ઓછુ હોવાથી બિયર આરોગ્યપ્રદ પીણુ હોવાનું એક્સાઈઝ મંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન

બિયર એ હેલ્થ ડ્રીન્ક હોવાનું હાસ્યાસ્પદ નિવેદન આંધ્રપ્રદેશના એકસાઈઝ મંત્રી કે.એસ. જવાહરે આપ્યું છે. બિયરમાં આલ્કોહોલ ઓછા પ્રમાણમાં હોવાથી અન્ય લીકર કરતા બિયર આરોગ્યપ્રદ પીણુ હોવાનું તેમનુ કહેવું છે !

તેમણે કહ્યું છે કે, આપણે લોકોની પીવાની ટેવ ન બદલી શકીએ પરંતુ ઓછા આલ્કોહોલનું પીણુ પીવે તેવો પ્રયત્નતો કરીજ શકીએ! તાજેતરમાં વડીઅદાલતે નેશનલ હાઈવે પર કેફી પીણા વેચવા ઉપર પ્રતિબંધ મૂકવાનો ચૂકાદો આપ્યો હતો. આ હુકમથી બચવા આંધ્રપ્રદેશમાં એકસાઈઝ મંત્રીએ હાઈવેને જિલ્લા રોડ તરીકે ફેરવવાનો નિર્ધાર કર્યો છે. વડી અદાલતના હુકમથી બચવા માટે હાઈવેના પ્રકાર બદલવાની અટકળો સામે અનેક સંસ્થાઓ વિરોધ નોંધાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.