રાજ્યમાં માત્ર માંસની ૫૫ દૂકાનોને મંજૂરી હોવા છતાં હજ્જારો માંસાહારના હાટડા ધમધમે છે
ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનો સત્તાના સૂત્રો સંભાળ્યાના ચોવીસ જ કલાકમાં સમગ્ર રાજ્યમાં ધમધમતાં ગેરકાયદે કતલખાના અને માસ, મચ્છીની દુકાનોને બંધ કરાવી દીધા છે તેના પગલે ગુજરાતમાં અહિંસા પરમો ધર્મને માનતા જૈન ધર્મમાંી આવતા વિજય રૂપાણી મુખ્યપ્રધાન પદે હોય તો અહીં એવા પગલાં કેમ ન લેવાય / તેવા સંદેશાઓ છેલ્લા કેટલાક દિવસી વાયરલ યા છે તેમાં ગૌવંશ હત્યા ધારાને વધુ આકરો અને કસુરવારને કડક સજા અપાવે તેવા સુધારા કર્યા છે તે જ દિવસે ગૃહમાં રજૂ યેલા કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના સામાન્ય અને સામાજિક રિપોર્ટ, ૨૦૧૬માં ચોંકાવનારો ઘટસ્ફોટ યો છે કે રાજ્યમાં માત્ર માંસની ૫૫ દુકાનો જ ફૂડ સેફ્ટી એક્ટ, ૨૦૧૧ હેઠળ લાયસન્સ ધરાવે છે આ સિવાય રાજ્યભરમાં ધમધમી રહેલી માંસ મટનની દુકાનો ગેરકાયદે છે. એટલું જ નહીં શહેરી વિસ્તારોમાં નવ કતલખાના ગેરકાયદે જ ચાલી રહ્યા છે. અહીં નોંધવુ જરૂરી છે કે, લાંબા સમયી જૈન સમાજ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કતલખાના, માંસ મચ્છીની દુકાનો બંધ કરાવવાની માગણી બળવત્તર કરાય છે, પરંતુ ક્યારેય તેનો ઉકેલ આવતો ની.
સીએજીના રિપોર્ટમાં જણાવાયું છે કે, ફુડ સિક્યોરિટી એક્ટમાં નોંધણી કે પરવાના વિના કોઇપણ ખાદ્યાન્નનો વ્યાપાર કરી શકાશે નહીં. માર્ચ, ૨૦૧૬ની સ્િિતએ રાજ્યમાં માંસની માત્ર ૫૫ દુકાનો જ આ નિયમ હેઠળ નોંધાયેલી જણાઇ હતી. રાજ્યમાં આવેલા કતલખાના પણ ફૂડ સિક્યોરિટી હેઠળ પરવાના મેળવ્યા વિના જ તેમનો ધંધો ચલાવતા હતા, ઓડિટમાં એવું જોવા મળ્યું હતું કે, જામનગર મહાનગરમાં બે, રાજકોટ મહાનગરમાં એક, સુરત મહાનગરમાં બે, સુરેન્દ્રનગર નગરપાલિકામાં ત્રણ અને વડોદરા મહાનગરમાં એક મળી કુલ નવ કતલખાના આવી રીતે ગેરકાયદે ચાલતા હતા.
સૌી ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યભરમાં આવેલી કાયદે કે ગેરકાયદે માંસની દુકાનો પર કેવા પ્રકારની ગુણવત્તાવાળું માંસ વેચાય છે તેના નમુના ક્યારેય ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે લીધા જ ની. જિલ્લાઓના ઓડિટમાં જાણવા મળ્યું કે, જિલ્લા સત્તાધીશો દ્વારા માંસ અને માંસ પ્રોડક્ટ્સના નમુનાઓ પરીક્ષણ માટે લેવામાં આવતા જ ન હતા. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના બેઇઝ લાઇન સર્વે મુજબ ૨૦૧૪માં રાજ્યની ૩૯.૦૫ ટકા વસતિ માંસાહારી હતી. આમ છતાં એફડીસીએ દ્વારા કતલખાના અને માંસની દુકાનોને ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવા કોઇ પગલાં જ લીધા ન હતા.
ફૂડ કમિશનરે સીએજીને સપ્ટેમ્બર ૨૦૧૬માં જણાવ્યું હતું કે, તમામ કતલખાના અને માંસની દુકાનોને એફએસએસ અધિનિયમ હેઠળ આવરી લેવા તમામ જિલ્લા સત્તાધીશોને સૂચના જારી કરવામાં આવશે.ઓડિટમાં જોવા મળ્યું કે માઇક્રો- બોયોલોજીકલ, ધાતુ, ઝેરી પર્દાો, જંતુનાશકો, ખોરાકમાં વૃદ્ધિજનક અને પોષણ મૂલ્ય જેવા મહત્વના પરિક્ષણો કર્યા વગર જ ખોરાકના ૯૧ ટકા નમુના પરીક્ષણ કરી દેવાયા હતા અને તેને પ્રમાણભુત જાહેર કરાયા હતા!. વડોદરા ખાતે આવેલી ફૂડ લેબોરેટરી ખાતે પરીક્ષણ કરાયેલા ઔષધોના ૪૭,૨૫૫ નમુનાઓમાંી પાંચ પ્રમાણભૂત ગુણવત્તા ધરાવે છે તેવું જારી કરાયેલા અહેવાલોમાં ૫૦ ટકા એવા હતા કે જેમાં જરૂરી પરીક્ષણો જ કરાયા ન હતા! નિષ્ફળ ગયેલી બેચના પેક કરાયેલા ખાદ્ય ઉત્પાદનો પાછા ખેંચ્યા ન હતા.
આી લોકોએ તેનો ઉપયોગ પણ કરી દીધો હતો. આમ, મોડેલ સ્ટેટ ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં એફડીસીએ દ્વારા હલકી ગુણવત્તાવાળા ઔષધોના ઉત્પાદકો પ્રત્યે ઘણું નરમ વલણ અપાવાતું હોવાના મુદ્દે કેગ એ આકરી ટીકા કરી છે.