બાળકના જન્મની સાથે જ ઘરમાં ખુશીનો માહોલ છવાય છે. ઘરનો માહોલ જ કંઇક અલગ પ્રકારનો જોવા મળે છે ત્યારે ભારતમાં એવું પણ એક ગામ છે, જ્યાંની ઘરતી પર હજી સુધી કોઇ બાળકે જન્મ લીધો નથી.
સાંભળવામાં ઘણું અજીબ લાગશે પરંતુ, આ ખરેખર સાચી ઘટના છે. જેનો આ ગામના લોકો વર્ષોથી સામનો કરી રહ્યાં છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલા રાજગઢનું સાંકા જાગીર નામના ગામમાં 50 વર્ષોથી કોઇ બાળકે જન્મ લીધો નથી.
જો કે, આ વાંચ્યા બાદ તમને કદાચ વિચાર આવશે કે આવું કેવી રીતે થયું હશે. જોકે, આની પાછળનું કારણ ગામના લોકો એમ માને છે કે, ગામની સીમાની અંદર બાળકનો જન્મ થશે તો તેનો જીવ ચાલ્યો જશે અથવા તો પછી તે અપંગ થઇ જશે.
આ ડરના કારણે ગામના લોકોએ ગામની સીમાની બહાર એક રૂમ બનાવી રાખ્યો છે. કોઇપણ મહિલાને લેબરપેન શરૂ થાય છે ત્યારે તેની પ્રસવ આ રૂમમાં કરવામાં આવે છે. જો કે, આ ગામના લોકોનું કહેવું છે કે, અહીંયા એક સમયે શ્યામજીનું મંદિરહતું. જેના કારણે તેની પવિત્રતાને જાળવી રાખવા માટે ગામના બુઝુર્ગોએ મહિલાઓની ડિલીવરી બહાર કરાવવાનો નિર્ણય લીધો હતો.