મોરબીની અગ્રણી બેન્ક એવી દેનાબેન્કના એટીએમને નોટબંધીનું ગ્રહણ લાગ્યા બાદ ખુલવા ન પામતા પેંશનરો અને સરકારી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રાષ્ટ્રીયકૃત દેનાબેંકની શાખાઓમાં અનેક સરકારી કર્મચારી અને પેંશનરો જોડાયેલા છે પરંતુ ખાતેદારોની કમનસબી છે કે પરાબજાર અને ગેંડા સર્કલ નજીક આવેલી દેનાબેન્કની બંને શાખાઓના એટીએમ નોટબંધી બાદથી બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ અને રેલવેના કર્મચારીઓના ખાતા દેના બેંકમાં હોય એટીએમ બંધ હોવાથી તેમને મુશ્કેલી પડે છે,વધુમાં એટીએમ બંધ હોવાથી ખાતાધારકોને ફરજિયાત પણે ચેક અથવા વિડ્રોલફોર્મથી નાણાં ઉપાડવા પડે છે અને તેમાં પણ ભારે ગિરદી ને કારણે દેનાબેન્કના ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Trending
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?