તમે ઘણા બધા પુલો જોયા હશે, જેમાંથી કેટલાક કુદરતી અથવા કેટલાક માનવનિર્મિત હોય છે પરંતુ શું તમે ક્યારેય કાંચનો પુલ જોયો છે? ચીનના બીજીંગની પાસે એક પહાડ પર આવો જ કાંચનો પુલ એટલે કે ગ્લાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે તમને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે આ પ્લેટફોર્મ જમીનથી અંદાજિત ૧૩૦૦ ફુટની ઉંચાઇ પર બન્યુ છે જે ખૂબ ખતરનાક અને રોમાચંક છે
– આ પુલ પહાડના કિનારે ૧૦૭ ફુટ સુધી બહાર નિકળેલો છે અને ૪૩૦ મીટર લાંબો આ પુલ કાંચથી બનેલો દુનિયાનો સૌથી લાંબો અને ઉંચો પુલ છે. પરંતુ આ પુલ માત્ર પગપાળા ચાલવા માટે છે.
– આ ઉપરાંત ખાસ બાબત એ છે કે પુલના પરિક્ષણ દરમિયાન તેના ઉપર માત્ર ૮૦૦થી વધુ લોકોને ચઢવા દેવામાં આવ્યા ન હતા અને પરિક્ષણ બાદ હવે દરરોજ ૮,૦૦૦ લોકો તેના પર ચાલી શકે છે.