શૌચાલય એક મહત્વપુર્ણ આવશ્યકતા છે પરંતુ હાલ પણ અમુક વિસ્તારોમાં શૌચાલય ઘરમાં બનાવવા પાપ માનવામાં આવે છે. મહિલાઓનું ગૌરવ જળવાઇ રહે માટે પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશના એક ગામના સરપંચે નિર્ણય લીધો હતો કે જે ઘરમાં શૌચાલય ન હોય, તે ઘરમાં પોતાના ગામની દિકરીના લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનું પાલન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનું પાલન નહીં કરનારને જ્ઞાતિ બહાર મુકી દેવામાં આવશે. દિલ્હીથી ૪૦ કિ.મી. દુર આવેલા બિગવાડા ગામના સરપંચ અરવિંદે પંચાયતમાં આ ઠરાવ પસાર કરીને તમામ ગ્રામજનો માટે આ નિર્ણય ફરજીયાત કર્યો છે.
મહિલાની ખુલ્લામાં શૌચ માટે જવાની પ્રક્રિયાને તેના ગૌરવમાં હાનિ ગણાવતા આ નિર્ણયને ફરજીયાત ગણાવ્યો હતો. જે કોઇ પાસે ટોઇલેટ બનાવવા માટે પૈસા ન હોય તો તેઓ સરકારી યોજનાઓનો લાભ લઇને ટોઇલેટ બનાવે પણ શૌચાલય વિનાના ઘરમાં દિકરીઓને નહીં પરણાવવા આ નિર્ણય લેવાયો છે.