કોરોના વાઇરસ એટલે શું ?

કોરોનાવાયરસ રોગ (COVID-19, કોવિડ-૧૯) એ સાર્સ કોરોનાવાયરસ ૨ (SARS-CoV-2) દ્વારા થતો ચેપી રોગ છે જે સાર્સ વાયરસ જોડે સામ્યતા ધરાવે છે. સાર્સ કોરોનાવાયરસ ૨ ને અગાઉ નોવેલ કોરોનાવાયરસ (n-CoV) તરીકે ઓળખવામાં આવતો હતો. આ રોગ ૨૦૧૯-૨૦માં કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાનું કારણ છે. આ વાયરસ વડે અસરગ્રસ્ત લોકોમાં સામાન્ય રીતે કોઇ લક્ષણો હોતા નથી અથવા તો તાવ, સુકી ઉધરસ, થાક અને શ્વાસની તકલીફ થઈ શકે છે. ગળામાં સોજો, વહેતું નાક અથવા છીંક આવવી જેવા લક્ષણો ઓછા જોવા મળ્યા છે. રોગના પરિણામે વધુ અશક્ત લોકોમાં ન્યુમોનિયા અને વિવિધ અંગોનાં નિષ્ફળ થવાની પણ શક્યતા રહેલી હોય છે.

lending tracker fullsize istock 1213355637

COVID-19 મોટાભાગે ખાંસી અથવા છીંક વડે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરે છે. લક્ષણો દેખાવાનો સમય સામાન્ય રીતે ૨ થી ૧૪ દિવસોની વચ્ચે હોય છે, જેમાં સરેરાશ ૫ દિવસનો સમય છે. નિદાન માટેની સામાન્ય પદ્ધતિમાં નાકનું દ્રવ્ય અથવા ગળફાની તપાસ કરવામાં આવે છે, જે કેટલાક કલાકોથી ૨ દિવસ સુધીમાં પરિણામ આપે છે. લોહીની ચકાસણી કરીને પણ થોડા દિવસમાં પરિણામ મળી શકે છે. વાયરસના લક્ષણો, જોખમી પરિબળો અને ન્યુમોનિયાના લક્ષણો દર્શાવતી ફેફસાના સીટી સ્કેનના સંયુક્ત આધાર પર પણ આ ચેપનું નિદાન થઈ શકે છે.

ગુજરાતમાં કોરોનાની શરૂઆત

ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો એ ૨૦૨૦માં ફાટી નીકળેલો રોગચાળો છે. આ કોવિડ-૧૯ રોગ નવા પ્રકારના કોરોનાવાયરસ (સાર્સ કોરોનાવાયરસ ૨) નામના વાઈરસને કારણે ફેલાય છે. ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં

હાલમાં કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનએ ખૂબ જ ઝડપથી ગુજરાત સાથે દેશમાં પણ ફેલાય રહ્યો છે. પરતું તેનાથી મૃત્યુદર સાવ નહીંવત જેવો છે છેલ્લાં 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં.

દેશમાં કોરોનાના નવા 50 હજારથી વધુ કેસ નોંધાયા : મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં ઉછાળો નોંધાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58,097 કેસ નોંધાયા છે.

ભારતમાં સક્રિય કેસ 2,14,004 થયા છે

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.61% છે

સાજા થવાનો દર હાલમાં 98.01% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 15,389 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,43,21,803 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 58,097 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.18% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.60% છે

કુલ 68.38 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે

1005019 guj

જ્યારે કેસો ખૂબ ઝડપે વધી રહ્યા રહ્યા છે ત્યારે હવે શું આ સંક્રમણની ચેઇન તોડવા વધુ એકવાર દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવવામાં આવશે કે કેમ? તે સવાલ ઉદ્ભવયો છે. જો લોકડાઉન અમલી ન બને તો કરફ્યુના સમયગાળામાં ફેરફાર કરવામાં આવશે કે કેમ? તેવી સવાલ પણ હાલ ઉપજી રહ્યો છે.

દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા, પંજાબ અને તેલંગણાના કેસ મળીને જ કોવિડના 50 હજાર કરતા ઉપર નવા કેસ થઈ ગયા. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હાલ ચિંતાનો વિષય બનેલો છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કહેરને રોકવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 147.72 કરોડ ડોઝ અપાયા છે.

રાજ્યમાં આરોગ્ય કમિશ્નર સહિત પાંચ આઈએએસ અધિકારીઓને કોરોના વળગ્યો

ગુજરાતમાં એક જ દિવસે પાંચ આઈએએસ અધિકારી કોરોના સંક્રમિત થતાં વાઇબ્રન્ટ સમિટ માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. તેના પગલે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક પણ રદ કરવામાં આવી છે અને આઈએએસ લોબીમાં ખડભળાટ મચી જવા પામ્યો છે. રાજયમાં આઈએએસ ઓફિસર્સ જે. પી. ગુપ્તા, હરિત શુક્લા, મનોજ અગ્રવાલ, ગુજરાતના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે અને આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ કોરોના કોરોના સંક્રમિત થયા છે. હજુ વધુ આઈએએસ ઓફિસર્સ ને કોરોના પોઝિટિવ આવે તેવી સંભાવના સેવાય રહી છે.

અમેરિકામાં કોરોનાની સુનામી : એક દિવસમાં ૧૧ લાખ કેસ નોંધાયા

કોરોના મહામારીએ ફરી એક વખત આખી દુનિયામાં કેર મચાવ્યો છે. અમેરિકા, યુરોપ, એશિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમેરિકામાં કોરોનાની સુનામી આવી હોય તેમ 24 કલાકમાં 11 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે દુનિયામાં કોરોના મહામારી ફેલાયાના બે વર્ષમાં કોઈપણ દેશમાં કોરોનાના દૈનિક સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત દુનિયામાં પણ કોરોનાના દૈનિક કેસ બમણાથી વધુ સામે આવી રહ્યા છે. ગયા સપ્તાહે આખી દુનિયામાં કોરોનાના એક કરોડ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ સાપ્તાહિક કેસ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં સોમવારે એક દિવસમાં કોરોનાના 11 લાખ કેસ નોંધાયા હતા, જે ચાર દિવસ પહેલાં 24 કલાકમાં 5.90 લાખ કેસ કરતાં લગભગ બમણા થયા હતા. અમેરિકામાં સોમવારે કોરોનાના દૈનિક કેસ દુનિયામાં કોઈપણ દેશમાં કોઈપણ સમયે નોંધાયેલા કેસ કરતાં અનેક ગણા વધુ હતા. અમેરિકામાં સોમવારે કોરોનાના નવા 10,82,549 કેસ નોંધાયા હતા અને વધુ 1688 નાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 5,61,91,733 થયા હતા જ્યારે મૃત્યુઆંક 8,27,749 થયો હતો તેમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પરથી જણાયું હતું. અમેરિકાની બહાર એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં 4.14 લાખથી વધુ નોંધાયા છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર સમયે 7મી મે 2021ના રોજ એક દિવસમાં 4.14 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.

ગુજરાતમાં પોઝિટિવ કેસમાં ઉછાળો, એક દિવસમાં ૨૨૬૫ સંક્રમિત: મૃત્યુ નહિવત

ગુજરાતમાં ગઈ કાલે એક દિવસમાં છેલ્લા સાત માસના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે પરંતુ મૃત્યુદર નહિવત હોવાની સ્થિતિ સર્જાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૬૫ લોકો કોરોના સંક્રમિત થયા છે જ્યારે બે દર્દીઓના મોત નિપજ્યા છે.જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૧,૩૧૪ કેસ, સુરતમાં ૪૨૪, વડોદરામાં ૯૪ કેસ નોંધાયા, રાજકોટમાં ૫૭,ગાંધીનગરમાં ૩૫, ભાવનગરમાં ૨૨ કેસ, જામનગરમાં ૨૩ કેસ, જૂનાગઢમાં ૧૪ કેસ, આણંદમાં ૭૦, કચ્છમાં ૩૭, ખેડામાં ૩૪ કેસ, ભરૂચમાં ૨૬, મોરબીમાં ૨૪, નવસારીમાં ૧૮ કેસ, મહેસાણામાં ૧૪ કેસ, પંચમહાલમાં ૧૪, વલસાડમાં ૯ કેસ, બનાસકાંઠામાં ૬, સાબરકાંઠામાં ૬ કેસ,અરવલ્લીમાં ૫, દ્વારકામાં ૪, મહીસાગરમાં ૪ કેસ, અમરેલીમાં ૩, ગીર-સોમનાથમાં ૩, તાપીમાં ૩ કેસ, દાહોદમાં ૨, ડાંગ-સુરેન્દ્રનગર એક-એક કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.