ભારતમાં એક જ વર્ષમાં અધધ ૧.૬ કરોડ ગર્ભપાત

વર્ષ ૨૦૧૫ માં ભારતમાં ૧.૫૬ કરોડ ગર્ભપાતના કેસો સામે આવ્યા છે જો કે છેલ્લા ૧પ વર્ષથી ૭ લાખનો આંકડો જ સામે આવતો હતો લેન્સેટ ગ્લોબલ હેલ્થ મેડીકલ જર્નભ પ્રમાણે રિસર્ચ જાહેર કરાયું હતું ભારતીય મહિલાઓમાં ગર્ભપાતનું પ્રમાણ વઘ્યું છે. તેમાં પણ ૮૧ ટકા સ્ત્રીઓ ઘરના બંધ બારણે હોસ્પિટલ ગયા વિના જ દવાઓ લઇને ગર્ભપાત કરે છે. ત્યારે સરકારી આંકડો હોસ્પિટલમાં એર્બોશન વિશે પણ જણાવે છે.

આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન, પ્રદુષણ સંસ્થાના ઓથર ડોકટર ચંદ્રા શેરખે જણાવ્યું હતું કે આ આંકડામાં ખાનગી હોસ્પિટલોની ગણતરી તો કરવામાં આવી જ નથી કુલ ૮૧ ટકા ગર્ભપાત દવાઓ દ્વારા કરવામાં આવ્યા છે. તો ૧૪ ટકા સર્જરી અને પ ટકા અન્ય દેશી અથવા અલગ ઉપચારથી કરવામાં આવ્યા છે. જે સુરક્ષિત નથી. મેડીકલ એર્બોશન માટે પણ સ્પેશિયલ ડોકટરની જરુરતી હોય છે. પરંતુ ઘણા લોકો ઇન્ટરનેટ અથવા અન્ય માઘ્યમોને સહારે દવાઓ લઇ જીવ જોખમમાં મુકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું મુંબઇ અને ચેન્નાઇમાં કરાયેલ અભ્યાસના આંકડા સરકારી હોસ્પિટલોમાં અપેક્ષાથી વધુ આવ્યા છે. ત્યારે ગર્ભનિરોધક દવાઓનું વેચાણ પણ વધી રહ્યું છે. ગાયનેક ડો. નોઝર શેરિયાર જણાવે છે કે કુલ ડીલીવરીમાંથી એક તૃતીયાંશ ગર્ભપાત થયા છે. તેથીભારતમાં ૪૭ ટકા ગર્ભપાત નોંધાયા છે જેમાં ૧૦૦૦ સ્ત્રીઓ હજુ નાની ઉમ્ર ધરાવે છે. ડોકટરોનું માનવું છે કે ભારતની અડધો અડધ જનતાને કોન્ડોમનો યોગ્ય ઉપયોગ કરતા આવડતું જ નથી. જેને તેઓ અન્ય કોઇને કહી શકતા નથી અને સ્વીકારતા પણ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.