માત્ર ૧ ટકા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ઉનાળુ ઈન્ટર્નશીપમાં જતા હોવાનો ધડાકો
દેશની ટેકનીકલ ઈન્સ્ટિટયુટમાંથી ગ્રેજયુએટ નારા ૬૦ ટકા એન્જીનીયર બેકાર હોવાનું ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજયુકેશનના આંકડાની ફલીત થાય છે. દર વર્ષે દેશમાં એન્જીનીયરીંગના ૬૦ ટકા ગ્રેજયુએટ બેકારોનો ઉમેરો તો જાય છે.
બેરોજગારીનું પ્રમાણ એન્જીનીયરીંગ ક્ષેત્રે છેલ્લા ઘણા સમયી જોવા મળી રહ્યું છે. આંકડા મુજબ ઉનાળુ ઈન્ટર્નશીપમાં માત્ર ૧ ટકા એન્જીનીયરીંગ વિર્દ્યાર્થી ઓ જ ભાગ લેતા હોય છે. જયારે ૩૨૦૦ શૈક્ષણીક સંસઓના માત્ર ૧૫ ટકા એન્જીનીયરીંગ પ્રોગ્રામ જ ઓફર ાય છે. દેશની ટેકનીકલ ઈન્સ્ટિટયુટમાં વિસંગતતાનું પ્રમાણ વધુ હોવાનું ઓલ ઈન્ડિયા કાઉન્સીલ પર ટેકનીકલ એજયુકેશનનું કહેવું છે. દેશની ટેકનીકલ ઈન્સ્ટિટયુટમાં મોટાપાયે શિક્ષણમાં ખામી જોવા મળી રહી છે. પરિણામે બેકારોનું પ્રમાણ વધતુ જાય છે. ટેકનીકલ એજયુકેશન માટે નેશનલ બોર્ડ ઓફ એક્રીડેશન દ્વારા પણ અનેક પગલા લેવામાં આવ્યા છે.