ગુજરાતમાં ૭ એન્જિનિયરીંગ કોલેજો માન્યતા વગરની
ભારતની રાજધાની દિલ્હીમાં જ શિક્ષણ ડામાડોળ જણાઈ રહ્યું છે. દિલ્હીમાં સૌથી વધુ ખોટી એન્જીનિયરીંગ અને ટેકનીકલ કોર્સ કરાવતી કોલેજો હોવાનું ખુલ્યું છે અને ભારતભરમાં ઉઠા ભણાવતી ૨૭૭ એન્જીનિયરીંગ કોલેજો હોવાનો આશ્ર્ચર્યજનક આંકડો સામે આવ્યો છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સના ડેટા મુજબ આ માહિતી અંગે ગત સપ્તાહે યોજાયેલ લોકસભામાં પણ પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોઈપણ ટેકનીકલ અથા એન્જીનિયરીંગ કોલેજોએ ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશનની મંજુરી મેળવવી પડતી હોય છે ત્યારે ૩ વર્ષમાં દેશમાં ૨૭૭ એન્જીનીયરીંગ કોલેજો લોલમલોલ ચાલી રહી હોવાનું ખુલ્યું છે. જેમાં સૌથી વધુ ૬૬ ખોટી કોલેજો ભારતની રાજધાનીમાં છે ત્યારે તેલંગાણામાં ૩૫, વેસ્ટ બંગાલમાં ૨૭ ખોટી એન્જીનિયરીંગ કોલેજો છે. એન્જીનિયરીંગ કોર્ષ અને શિક્ષણમાં પણ છેલ્લા ૨ વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે.
મંત્રાલયે એઆઈસીટીઈને આ પ્રકારની ખોટી કોલેજો વિરોધી કાર્યવાહી લઈ કડક પગલા આપવાની સુચના આપી છે. એઆઈસીટીઈના ચેરમેન અનિલ સહાસરાબુઘ્ધે જણાવ્યું હતું કે, તમામ ૨૭૭ સંસ્થાઓને મંજુરી ન આપવામાં આવ્યા છતાં તેઓ કાર્યરત છે. જે ડિગ્રી અને ડિપ્લોમાં જેવા અન્ય કોર્ષ પણ સામાન્ય કોલેજોની જેમ વિદ્યાર્થીઓને ભણાવે છે જેને કોઈ પણ જાતની વેલ્યુ નથી. કારણકે આ કોલેજોની નોંધણી જ કરાવવામાં આવી નથી. એઆઈસીટીઈ હજુ પણ ખોટી સંસ્થાઓનું લીસ્ટ અપડેટ કરી રહી છે. ગુજરાતમાં કુલ ૭ ખોટી એન્જીનિયરીંગ કોલેજો હોવાનું ખુલ્યું છે.
તેલંગાણા શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું કે, આ પ્રકારની મોટાભાગની સંસ્થાઓ કોમર્શીયલ બિલ્ડીંગ અથવા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી હોય છે તો ઘણી છુટક કોલેજો એવી પણ છે. જે કોઈ પણ મંજુરી વિના કોર્સ સર્ટીફીકેટ આપે છે માટે વિદ્યાર્થીઓ જો એન્જીનિયરીંગ કોલેજોમાં એડમિશન લેવાના હોય છે. કોલેજ માન્ય છે કે કેમ ખાતર કરવી. કારણકે આ પ્રકારની કોલેજોમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ શકે છે.