પાંચ દિવસ જેલમાં વિતાવ્યા બાદ માજીને શરતી જામીન પર છુટકારો
કાયદાની ભાષામાં એવું કહેવાય છેકે કાનુન કે હાથ લંબે હોતે હૈ અને કાયદો કોઈને છોડતો નથી. કંઈક આવું જ થયું છે અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં.સમગ્ર ઘટના એવી છે કે અમદાવાદની એક કોર્ટમાં ૧૦૦ વર્ષની એક મહિલા વિરુઘ્ધ ધરપકડનું વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યું.
આ વોરંટ વિજચોરીના મામલે ઈસ્યુ કર્યું હતું. જોકે બાદમાં મહિલાને શરતી જામીન આપવામાં આવ્યા છે.
મહત્વનું છે કે અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ૨૦૧૪માં વસીમાબાઈ નિઝામુદીન અંસારીની સામે કેસ દાખલ કરાયો હતો. કેસ સાથે જોડાયેલી સુનવણી દરમિયાન મહિલા કયારેય પણ કોર્ટમાં હાજર રહી ન હતી.
જેને કારણે તેની ધરપકડનું વોરંટઈસ્યુ કરવામાં આવ્યું. પોલીસે મહિલાઓની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ કોર્ટેમહિલાને શરતી જામીન પર છોડી દીધી.
જમાનત માટે અપાયેલી અરજીમાં મહિલાતરફથી કહેવામાં આવ્યું કે તેની ઉંમર ખુબ જ વધારે છે અને તે ખાટલા વંશ છે તેને જામીન આપવામાં આવે. કોર્ટે તેની અરજીનો સ્વિકાર કર્યો કહ્યુંકે તેમના દ્વારા કોર્ટને રજુ કરાયેલું કારણ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવા માટે માન્ય નથી. આમ છતાં ચેતવણી સાથે ૧૦૦ વર્ષીય મહિલાના શરતી જામીન મંજુરક ર્યા છે.