અમેરિકન કોલંબીયા યુનિવર્સિટીનાં સાઈકિયાટ્રી અને ન્યુરો સાયન્સ વિભાગમાં થયેલો રસપ્રદ અભ્યાસ

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં ખૂલવા પામ્યું છે કે મજબુત લાગણીઓ સાથે જોડાયેલી સ્મૃતિઓ મગજમાં સંગ્રહિત હોય છે. કોલંબીયા યુનિવર્સિટીની વેગોસ કોલેજ ઓફ ફીઝીશીયન એન્ડ સર્જનના સાઈકિયાટ્રી અને ન્યુરોસાયન્સના પ્રોફેસર રેને દેનએ જણાવ્યું હતુ કે આપણા મગજની શકિત મર્યાદીત છે. પરંતુ આપણા ભવિષ્યની સુખાકારી માટે શું મહત્વનું છે. તે યાદ રાખવાની જરૂર છે. આપણે એમ માનીએ છીએ આપણે બધુ યાદ રાખતા નથી.

આ સંદર્ભમાં ભયએ ફકત ક્ષણીક લાગણી જ નથી પરંતુ આપણું જીવન ટકાવી રાખવા માટે નિર્ણાયક શીખ મેળવવાનો અનુભવ છે. જયારે નવી પરિસ્થિતિ આપશે ભયભીત બનાવે છે ત્યારે મગજ આપણી ન્યુરોન્સમાં તેની વિગતો ભવિષ્યમાં સમાન પરિસ્થિતિઓને ટાળવા માટે અથવા યોગ્ય સાવચેતીનાં ઉપયોગ કરવા માટે નોંધ કરે છે. મગજની હિપ્પોકમ્યસ દ્વારા નોંધાયેલી આ યાદો કેમ આટલી મજબુત રીતે યાદ રહે છે તે હજુ એક રહસ્ય છે.

આ રહસ્યને શોધવા માટે કોલમ્બિયાના પીએચડીના વિદ્યાર્થી હેન અને જેસિકા જિમેનેજે ઉંદર સામે નવા અને ભયાનક વાતાવરણ ઉભા કર્યા હતા. અને તેનો હિપ્પોકમ્પલ ન્યૂરોન્સની સ્થિતિ નોંધી હતી જેમાં મગજના ડર સેન્ટર એમીગડાલા સુધી પહોચે છે. એક દિવસ પછી જયારે ઉંદરે અનુભવની યાદોને પ્રાપ્ત કર્યો ત્યારે ન્યુસેનની પ્રવૃત્તિ પણ રેકોર્ડ કરવામાં આવી હતી.

આશ્ર્ચર્યજનક રીતે ભયાનક વાતાવરણને પ્રતિક્રિયા આપતા ન્યુરોન્સ તે માહિતી મગજના ભય કેન્દ્રમાં મોકલે છે. જયારે ઉંદરે જૂની યાદોને તાજી કરી હતી. ત્યારે આ ન્યુરોન્સ સિંક્રનાઈઝ થયા હતા. જીમનેમે વધુમાં ઉમેર્યું હતુ અમે જોયું કે ડરની યાદને સ્થાપિત કરવા માટે એક સિંક્રોની છે. અને જેટલી સિંક્રોની વધારે છે તેટલી જ યાદ વધુ મજબુત છે. આ તે પ્રકારના મિકેનીઝમ છે કે જે તમને સ્પષ્ટ ઘટનાઓને કેમ યાદ કરે છે. અને તે સમજાવે છે.

યાદનું કેવી રીતે અને કયારે સિંક્રનાઈઝેશન થાય છે. તે હજુ અજ્ઞાત છે. પરંતુ જવાબ મગજના આંતરિક કામોને પ્રગટ કરી શકે છે. જે આજીવન યાદગીરી બનાવે છે. અને પોસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડરની નવી સારવાર તરફ દોરી શકે છે. પીટી એસડી ધરાવતા લોકોમા ઘણી સમાન ઘટનાઓ તેમને મુળ ભયાનક પરિસ્થિતિની યાદ અપાવે અને શકય છે કે તેમના ન્યુરોન્સનું સિંક્રનાઈઝેશન ખૂબજ મજબુત બન્યું હોય છે તેમ દેને જણાવીને ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.