• રાજકોટમાં બપોરે કરાં જેવા મોટા છાંટા સાથે વરસેલા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા: સૌરાષ્ટ્રના 50 તાલુકામાં ધોધમાર વરસાદ: હજુ બે દિવસ સૌરાષ્ટ્રમાં આફતના વરસાદની ભીતિ
  • મગફળી, કપાસ, સોયાબીન અને તલ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો: કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં 5 થી 7 ઇંચ વરસાદે પાકનો સોંથ વાળી દીધો

નવરાત્રી બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યના 69 તાલુકામા વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદથી ખેતીપાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.મેઘાના પાછોતરા પ્રહારથી લીલો દુષ્કાળ સર્જાયો છે અને જગતાત જાણે પાયમાલ થઇ ગયો છે.ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર 10 દિવસ બાકી છે છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં 5 થી 7 ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ ચાર ઇંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં બપોરે કરાં જેવા મોટા છાંટા સાથે વરસેલા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. સૌથી વધુ લોધિકા અને સુલતાનપુરમાં ધુંઆધાર પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. રાજકોટ શહેરમાં પણ બપોરે બે વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને બે કલાકમાં ત્રણ ઇંચ વરસી જતાં માર્ગો જળબંબોળ થઇ ગયા હતા. આજે કોટડા સાંગાણીમાં બપોરે ત્રણ વાગ્યાથી એક કલાકમાં મુશળધાર બે ઇંચ વરસાદ તુટી પડયો હતો. જેથી ગોંડલ નદી અને વાછપરી નદીમાં પૂર આવ્યું હતું. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આજે સાંજે 4 થી 5-30 વાગ્યાની વચ્ચે આભ ફાટયું હોય એમ દોઢ કલાકમાં જ સુપડાધારે પાંચ ઇંચ વરસાદ વરસી જતા ગ્રામજનો ફફડી ગયા હતા. ભારે વરસાદથી 1000 એકરમાં વાવેલી મગફળીનાં કાઢેલા પાથરા તણાઇ ગયા હતા. ધોરાજી અને જસદણમાં એક ઇંચ, મોટી મારડમાં અઢી ઇંચ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા, પડધરીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.જૂનાગઢ જિલ્લામાં ગત 4 ઇંચ સુધીનું માવઠું વરસ્યું હતું. ગિરનાર પર્વત ઉપરાંત માળિયા હાટીના, મેંદરડા અને વિસાવદરના મોટી મોણપરી ગામે સાંબેલાધારે ચાર ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. ગિરનાર પરથી પાણીનો ધોધ વહી નીકળ્યો હતો.જૂનાગઢમાં અઢી અને વંથલીમાં દોઢ, કેશોદ અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદરમાં અડધો ઇંચ, પણ ગ્રામ્યમાં 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. એ જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના ડોળાસામાં બે ઇંચ તથા તાલાલા અને ઉનામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી પડયો હતો. સૌથી વધુ વડિયામાં સાંબેલાધારે ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઇંચ તથા લીલીયા અને અમરેલીમાં ધોધમાર એક ઇંચ વરસાદે સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું હતું. આ ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ 3 થી 4 ઇંચ જેવા વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા અને જળાશયો છલકાયા હતા. ગાજવીજ સાથેના તોફાની વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતનાં ખેતીપાકને નુકશાન થયું છે.જામનગર જિલ્લામાં વાદળ-છાંયા વાતાવરણ વચ્ચે કાલાવડમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં ગત સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, આજે સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદને કારણે નદી બે કાંઠે વહી નિકળી હતી. અને રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને, મગફળીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા હતા. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. આ સાથે આજે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે

ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

  • આફતનો વરસાદ: સુલતાનપુરમાં 1 હજાર એકરમાં મગફળીનો પાક સંપૂર્ણ ફેઈલ
  • છેલ્લા એક સપ્તાહ થી સુલતનપુર પંથક માં સતત વરસાદ પડવા થી ખેડૂતો ને લોહી ના આંસુ એ રોવા નો વારો આવ્યો
  • જેમાં આજે બપોરે 4 વાગ્યા થી 5.30 સુધી માં સુપડા ધારે જાણે આભ ફાટ્યું હોઈ તે રિતે વરસાદ પડતાં દોઠ કલાક માં 5 ઈંચ વરસાદ સુલતનપુર ની સિમ વિસ્તારમાં ખાબકી જતા ખેડૂતો નો બચ્યો પાક પણ સદંતર નાશ પામ્યો

છેલ્લા એક સપ્તાહ થી સુલતનપુર પંથક માં વરસાદ પડવા થી આ વિસ્તાર ના *ખેડૂતો નો ખાસ કરી મગફળી નું વાવેતર વધુ કરેલ હોઈ જેમાં સહકારી મંડળી ત્થા બેન્ક ધીરાણ લેતા ખેડૂતો ના પાક ની એક અંદાજ કરીયે તો 1 હજાર એકર માં સુલતાનપુર ના ખેડૂતો એ મગફળી નું વાવેતર કરેલ હતું જે પાક* નવરાત્રી માં પાક ઉપર આવી ગયેલ જે ખેડૂતો એ દશેરા પર પાક ઉપાડ્યો હોઈ તે પાક 11 તારીખ થી રોજ વરસાદ પડતાં મગફળી ઉપાડી સકેલ નહિ જેમાં 25% પાક જમીન માંજ સડી ગયેલ ને ઊગી ગયેલ ને છેલ્લા ચાર દિવસ પહેલા થોડીક વરસાદે વિરામ લેતા તમામ ખેડુતો મગફળી ઉપાડી લીધેલ પરંતુ ચાર દિવસ થી સતત વરસાદ ના લીધે ખેડૂતો ના ખેતરો માં રહેલ મગફળી ના પાથરા પલળી સડી ગયા જ્યારે આજે જાણે વાદળ ફાટ્યું હોઈ તેમ 5 ઈંચ જેવો વરસાદ એક સામટો પડતા ખેતરો માં રહી સહી બચેલા મગફળીના તમામ પાક વધુ વરસાદ પડતાં તણાઈ ગયા હતા અનેક ખેડૂતો ની નજર સામે પાથરા તણાવા લાગતા જગત નો તાત કસું કરી ન શક્યો એક અંદાજ મુજબ માત્ર સુલતાનપુર ના જ ખેડૂતો નો 1 હજાર એકર મગફળી નો પાક સંપૂર્ણ નાશ થઈ જતા એકલા સુલતાનપુર પંથક ના ખેડૂતો ને કરોડો નું નુકસાન ભોગવવા નો વારો આવ્યો છે ખેડૂતો ને તો ઓણ વર્ષ ની દિવાળી પહેલાજ દિવાળી બગડી ગઈ આજે સુલતનપુર ના અનેક ખેડૂતો ભાઈ બહેનો પરિવાર ખેતર નો મગફળી નો પાક તનાવા લાગતા રડતા નજરે પડ્યા હતા

  • આ વિસ્તારમાં સરકાર શ્રી દ્વારા તાત્કાલિક સરકારી સહાય સર્વે કરી પહોંચતી કરવી જોઈએ સનયથા અનેક ખેડૂતો દેવા માં આવી જશે ને આપઘાત કરવા સુધી ના બનાવ બને તો ના ન કહી શકાય
  • ઉપલેટા પંથકમાં આકાશી આફતમાં કિશોર સહિત ત્રણ વ્યકિતના મોત

ઉપલેટા પંથકમાં બે દિવસ દરમિયાન આકાશી આફતમાં કિશોર સહીત ત્રણના મોતના અહેવાલથી ભારે અરેરાટી વ્યાપી છે. પ્રાપ્ત વિગત અનુસાર પ્રથમ બનાવમાં પાટણવાવ રોડ પરથી સેવંત્રા ગામના દેવેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા(ઉ.વ.15) નામના કિશોર પોતાનું બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે હાડફોડી ગામ પાસે વીજળી પડતા કરુણ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં કોલકી ગામના યુવાન મનોજ પ્રજાપતિ વેણુ ડેમ નજીક હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ત્રીજા બનાવમાં બીએસપીએસ મંદિર પાસે બિલ્ડીંગમાં કામ કરતા મુકેશભાઈ દિનેશભાઇ વોરા મિસ્ત્રી કામ કરતી વખતે આકસ્મિક રીતે પડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મુકેશભાઈ ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના શ્રીજી ચરણદાસજી સ્વામીના ભાઈ થતાં હોવાનું જાણવા મળ્યું છે.

  • ભારે વરસાદને કારણે વેણુ ડેમના પાંચ દરવાજા અઢી ફૂટ ખોલાયા
  • ઉપલેટા પંથકમાં  છેલ્લા પાંચ દિવસ થયા વરસાદ વરસ્યા બાદ ગઈકાલે વધુ 2 થી 6 ઈંચ વરસાદ વરસતા ખેડુતોના પાકને ભારે નુકશાની થવા પામેલ હતી.

ગઈકાલે  બપોરે ત્રણ વાગ્યા બાદ ભારે વરસાદ વરસતા  તાલુકાના ઢાંક ગામે બે કલાકમાં 6 ઈંચ વરસાદ વરસતા ગામમાં અને ખેતરોમાં  પાણી પાણી થઈ ગયા હતા. ભારે પાણીને કારણે  ખેડુતોના ખેતરમાં પડેલી તૈયારી મગફળી પાણીમાં તણાઈ ગઈ હતી જયારે નાગવદર ગામે પ, સમઢીયાળા, કાથરોટામાં ચાર ઈંચ, રલારીકામાં ત્રણ ઈંચ ભાખમાં બે ઈંચ વરસાદ વરસતા ઉપલેટા પંથકમાં 2 થી 6 ઈંચ પાણી પડી જતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાની થયેલ છે. જયારે ગેથર પાસે આવેલ વેણુડેમમાં પાણીની આવક્ થતા ડેમના પાચ દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.