સારૂ થવાય એમાં વાંધો નહિ, પણ સારું થવા હદ તો ન વટાવાય ને. આવું જ ગુજરાત સરકારે કર્યું છે. જીએસટી વળતરની મસમોટી રકમ કેન્દ્ર પાસે પડી છે. પણ સરકાર આ રકમ માંગવામાં શરમાઈ છે. હવે આની પાછળનું કારણ શું છે તે તો ભગવાન જાણે.
કોઈ પણ રાજ્ય માટે ફંડની જરૂરિયાત સૌથી ઉપર હોય છે. કારણકે ફંડ વગર વિકાસ કામો કેમ થાય ? ખાસ કરીને રાજ્યો વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાંથી આવક થાય તેના ઉપર પણ પૂરતું ધ્યાન આપતા હોય છે.પણ ગુજરાત સરકાર તો આનાથી ઊંઘી દિશામાં દોડી રહી છે. સરકારને કેન્દ્ર પાસેથી જીએસટી વળતર મળી રહ્યું છે. પણ સરકાર શરમાઈને આ વળતર માંગતું નથી.
ચર્ચાનો વિષય એ છે કે સરકારને આ આવક મળે તેમ છે. વધુમાં રાજ્યમાં તો વિકાસ કામ કરીએ તેટલા ઓછા જ છે. તો આ આવક કેન્દ્ર પાસેથી લઈને તેનો ઉપયોગ વિકાસ કામો કરવા પાછળ થાય તો તેમાં વાંધો શુ છે?
વધુમાં એવું પણ જાણવા મળે છે કે ગુજરાત સરકાર આર્થિક સંકડામણ ભોગવી રહી છે. તેવામાં આ મોટું ફંડ જતું કરવું યોગ્ય નથી. જો હજુ આ ફંડ લેવા કાર્યવાહી નહિ કરવામાં આવે તો બજેટ ઉપર કાપ મુકવામાં આવશે. જો કે બજેટમાં કાપ મુકવો શક્ય ન હોય, સરકારે ના છૂટકે દેવું કરવું પડશે. આમ આગળ જતા બીજા કોઈ પ્રશ્ન સર્જાઈ એના કરતાં ગુજરાત સરકારે જીએસટી વળતરનું ફંડ માંગીને મીઠું કરી લેવું જોઈએ.