વાળની દેખભાળ કરવી ઘણી જ જ‚રી છે. કારણકે સુંદરતામાં વાળ એક અહમ ભાગ ભજવે છે. સુંદર અને મજબુત વાળની ઇચ્છા બધાને હોય છે પરંતુ લાંબા મજબુત અને ચમકદાર બનાવવા માટે તેની દેખભાળ કરવી ઘણી જ‚રી છે. વધતા પ્રદુષણના કારણે વાળને ઘણુ નુકસાન થતું હોય છે. આથી વાળને સુંદર અને મજબુત બનાવા માટે આ ટિપ્સને અપનાવો.

– વાળમાં મસાજ કરવી ખૂબ જ‚રી હોય છે કારણ કે મસાજથી વાળને પોષણ મળે છે. એટલુ જ નહી મસાજ વાળને શુષ્ક બનવાથી અને ઇફેક્શનથી બચાવે છે.

– વાળને પોષણ આપવા માટે નાળીયેલના દુધનો ઉપયોગ કરો તે વાળને પોષણ આપવાની સાથે વાળની લંબાઇમાં પણ વધારો કરશે.

– અઠવાડિયામાં બે વારમાં બદામ કે નાળીયેલના તેલથી મસાજ કરો.

– મજબુત અને ચમકદાર વાળ બનાવવા માટે વાળમાં એલોવીરા જેલનો ઉપયોગ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.