હ્યુઆઈને ભારતમાં ૫G ટ્રાયલ માટે મંજુરી મળતાની સાથે જ સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાનને લખ્યો પત્ર

દેશને ડિજિટલાઈઝ કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ૫જી નેટવર્ક માટે હ્યુઆઈ કંપનીને ટ્રાયલ અંતર્ગત મંજુરી મળી જતા દેશમાં અનેકવિધ જગ્યાએ જાણે રોષ ફાટી નિકળ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ભારત દેશનું માનવું છે કે હ્યુઆઈ પાસે સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી છે જેથી તેને લીલીઝંડી મળી છે. આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સંસ્થા સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાનને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ચાઈનીઝ કંપની જો દેશમાં પગપેસારો કરશે તો દેશની સુરક્ષા અને સલામતી અત્યંત જોખમી બની રહેશે. ચાઈનીઝ કંપનીઓ પર અનેકવિધ સમયે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે કંપની દ્વારા અનેકવિધ ગુપ્ત ડેટાઓની ચોરી કરવામાં આવી છે જેમાં મિલિટ્રી અને ટેકનોલોજીના સિક્રેટો સાયબર હેકીંગ મારફતે વિશ્ર્વના અનેક દેશો પાસેથી ચોરી કરવામાં આવી છે.

ચાઈનીઝ કંપની જો ૫જી નેટવર્ક માટે ભારતમાં પ્રવેશ મેળવશે તો સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં અનેકગણો વધારો થશે. સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય કો-ક્ધવીનર અશ્ર્વની મહાજને વડાપ્રધાન મોદીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ચાઈનીઝ કંપની હ્યુઆઈને ૫જી ટ્રાયલ માટે જે મંજુરી મળી છે તે યોગ્ય નથી. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવું તે અત્યંત જરૂરી છે અને સાથો સાથ દેશનો વિકાસ થાય તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે પરંતુ વિકાસની સામે જો દેશની સુરક્ષા જોખમાય તો તે કોઈપણ રીતે ચલાવી ન લેવાય ત્યારે ચાઈનીઝ કંપનીઓ દેશહિતના બદલે અન્ય દેશોની સાયબર સિકયોરીટીને ઘણી ખરી અસર પહોંચાડતી હોય છે ત્યારે ભારત દેશમાં ૫જી ટ્રાયલ માટે જે હ્યુઆઈને લીલીઝંડી આપવામાં આવી છે તે દેશની સુરક્ષા માટે જોખમી સાબિત થાય તેવું લાગી રહ્યું છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ચાઈનીઝ કંપનીની હાજરી દેશની સુરક્ષાને અત્યંત અસરકર્તા બની રહેશે.

7537d2f3

ચાઈનીઝ કંપની હ્યુઆઈ વિશ્ર્વના અનેકવિધ દેશોમાં બેન્ડ થયેલી કંપની છે ત્યારે એવા તો કયાં કારણોસર ભારતમાં આ કંપનીને લીલીઝંડી આપવામાં આવી તે પણ એક સૌથી મોટો પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે. અનેકવિધ ચાઈનીઝ કંપનીઓ કે જે ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ત્યારે કંપનીના આગમનથી દેશની સુરક્ષા અને સલામતી અત્યંત જોખમી બની જતી હોય છે. ચાઈનીઝ કંપનીઓ ઉપર એવા અનેકવિધ આરોપો લગાવવામાં આવ્યા છે જેમાં કંપની દ્વારા સાયબર હુમલા કરાવી જે કોઈ દેશની અત્યંત સુરક્ષિત માહિતીઓને ચોરી કરી હોય. ચાઈનામાં કોઈપણ વિદેશી કંપનીઓને તેમના ઉપકરણો કે સોફટવેર આપવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવતો હોય છે ત્યારે આ પ્રકારની સુવિધા પણ ભારત દેશ દ્વારા વિકસિત કરવી જોઈએ જેથી ડિજિટલ ક્ષેત્રે કોઈપણ પ્રકારનાં બાહ્ય અતિક્રમણોથી દેશની સુરક્ષા અને સલામતી ન હણાય.

સ્વદેશી જાગરણ મંચે જણાવતા કહ્યું હતું કે, ભારતીય કંપની પાસે પણ ઘણી ખરી કૌશલ્યતા છે કે જે ૫જી ક્ષેત્રમાં તેઓ આવી શકે ત્યારે શું કામ ભારતીય કંપનીઓને ચાન્સ આપવામાં આવતો નથી કારણકે ભારતીય કંપની એ પોતાનો ૬જી ક્ધસેપ્ટને યુ.એસ. માટે પેટેન્ટ કરાવી આપ્યો છે. જો ભારતીય કંપનીઓને આ સુવિધા પ્રાપ્ત થાય અને તક મળે તો તે દેશની સલામતી અને સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. ચાઈનીઝ કંપની હ્યુઆઈએ પણ ૭૫ બિલીયન ડોલર ચાઈનીઝ એસ્ટાબીલસમેન્ટ માટે ખર્ચ કર્યા છે ત્યારે દેશમાં જે રીતે ૫જી ટ્રાયલ માટે ચાઈનીઝ કંપની હ્યુઆઈને લીલીઝંડી આપવામાં આવી છે તેનાથી દેશમાં અને રાજકિય બેડામાં હલચલ મચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.