મોરબીમાં ડુંગરોની વચ્ચે પ્રકૃતિના ખોળે બિરાજતા જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ જ નહિ પરંતુ અવિરત ભોજન પ્રસાદ આપવામાં આવે છે: મંદિરની સાથે સાથે ગૌ શાળામાં 70થી વધુ ગાયોની સેવા તેમજ વર્ષ દરમિયાન અવિરત ધૂન-ભજનનો ભકતો લાભ લે છે
આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે, એમાનું એક વિશેષ સ્થાન એટલે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર પાસે રડીયામણા ડુંગરોની વચ્ચે પ્રકૃતિના ખોળે રમણીય શાંત વાતાવરણમાં બિરાજતા નાના જડેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. જેના દર્શન કરવા માત્રથી જ અનેકમનોકામનાઓ પૂર્ણ થાય છે.નાના જડેશ્વર મહાદેવનું આ મંદીર આશરે 119 વર્ષથી પણ વધુ જુનું અને પૌરાણિક છે. મંદીર પિરસરમાં શિવજીની સાથે સાથે પાર્વતીજી વિધ્યમાન છે તેમજ બાજુના મંદીરમાં જલારામ બાપા, રામજી, સિતાજી, લક્ષ્ામણજી, ગણેશજી, હનુમાનજી તથા બ્રહ્માણી માતાજીની મૂર્તીની સ્થાપના થયેલી છે.
આ નાના જડેશ્વર મહાદેવના મંદિરમાં નિત્ય સવાર તથા સાંજે મંત્રોચ્ચાર સાથે ભગવાનશ્રી નાના જડેશ્વર મહાદેવ, પાર્વતી માતા, જલારામ બાપા, રામજી, સિતાજી, લક્ષ્મણજી, ગણેશજી, હનુમાનજી તથા બ્રહ્માણી માતાજીની પૂજા થાય છે. દીવાની ઝળહળતી જયોત તેમજ ગુગળના ધુપ, શંખનાદ સાથે ઢોલ, નગારા, નોબત સાથે ભક્તિમય વાતાવરણમાં નાના જડેશ્વર દાદાની આરતી થાય છે. આ સમયે ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે, આરતી પૂણ ર થયા બાદ હર હર મહાદેવનો જયધોષ કરવામાં આવે છે.પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શ્રી નાના જડેશ્વર મહાદેવના શિવલીંગ પર ગંગાજળ તથા દુધનો અભિષેક કરી બિલ્વપત્ર અર્પણ કરી દાદાના આશિર્વાદ મેળવે છે.
પવિત્ર શ્રાવણ માસમાં નાના જડેશ્વર દાદાને અનેકવિધ શણગારો કરવામાં આવે છે અને ભસ્મ તથા ચંદનનું તિલક કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન દાદાના સાનિધ્યમાં અખંડ ધુન, ભજનની સાથે સાથે અવિરત અન્નક્ષ્ત્રમાં દરરોજ આશરે 4 થી પ હજાર ભાવિકો દાદાના મહાપ્રસાદનો લાભ લે છે. ભક્તો પોતાના પિરવારજનો તથા બાળકો સાથે અહીં આવે છે અને ભોળાનાથને શીશ નમાવે છે. સાથે સાથે સુખ, શાંતીની અનેકપળો આનંદ તેમજ ભક્તિભાવ સાથે ચિંતામૂક્ત બની વિતાવે છે.
નાના જડેશ્વર મહાદેવ મંદીરમાં વિશાળ ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં આશરે 70 થી વધુ ગૌમાતાઓની વર્ષોથી સેવા કરવામાં આવે છે. ગાયને આપણા શાસ્ત્રોમાં માતા કહી છે અને આ મંદીર દ્વારા ગૌમાતાનું જતન કરવામાં આવે છે તેમજ પ્રતિ વર્ષ ગૌશાળાના લાભાર્થે સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
118 વર્ષથી અવિરત યોજાતો ‘ભવાઈ ’નો કાર્યક્રમ
નાના જડેશ્વર મહાદેવ મંદીરમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને કલાના વારસાની જાળવણીના ભાગરૂપે આશરે 118 વર્ષથી અવિરત હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળનો ભવાઈ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ મંડળ દ્વારા સર્વપ્રથમ વર્ષ 1904 માં નાના જડેશ્વર દાદાના સાનિધ્યમાં ભવાઈ નો મજરો રજૂ કરેલ હતો. આ ભવાઈ મંડળ દર વર્ષે સૌપ્રથમ નાના જડેશ્વર દાદાના સાનિધ્યમાં ભવાઈનો કાર્યક્રમ કરે છે અને ત્યારબાદ અન્ય જગ્યાએ પોતાના કાર્યક્રમો રજૂ કરે છે. સમગ્ર ભારતભરમાં ખ્યાતી પામેલ આ ભવાઈ મંડળે ભારત ઉપરાંત ઈરાન, સીરાજ અને ઈંગલેન્ડની ધરતી પર પણ પોતાની કલા રજૂ કરેલ છે. આ મંદીરના મહંતો પ્રથમ જમના સ્વરૂપ ત્યારબાદ દેવ સ્વરૂપ, શંકર સ્વરૂપ, હિરહર સ્વરૂપ, દયાનંદ સ્વરૂપ, મુગટ મહારાજ અને હાલ પ્રદિપ મહારાજ મંદીરના મહંત તરીકે સુંદર સંચાલન કરી રહયા છે.