પેટ્રોલમાં, ડીઝલમાં 1 રૂપિયાનો કે બે રૂપિયાનો વધારો થવાનો છે અને તે સમાચારમાં આવે તો ગ્રાહકો રડોરાડ કરી મૂકે છે અને આટલી મોંઘવારીમા થોડા દિવસે ભાવ વધવાથી માહિનાનું બજેટ પણ ખોરવાઈ છે તેવું પણ કહે છે પરંતુ શું તમને ખબર છે જ્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજબરોજના ભાવ વધ-ઘટની સિસ્ટમ આવી છે ત્યારથી ભાવમાં શું વધારો થયો ને શું ઘટાડો થયો એ કાઇ ખબર છે તમને..?
1 જુલાઈથી 22 ઓગષ્ટ એટ્લે કે જે દિવસથી રોજરોજના ભાવની સિસ્ટમ લાગુ પડી છે ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 5.75 રૂપિયાનો અને ડિઝલના ભાવમાં 4 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ સિસ્ટમ લાગુ કર્યા પહેલા બે ત્રણ મહિને 2-3,રૂ નો વધારો આવતો તો પણ રાડારાડ થઈ જાતિ પરંતુ આ સિસ્ટમના લાગુ થયા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને ગયા હોવા છતાં કોઈ પ્રકારની બૂમાબૂમ થઈ નથી અને કેટલાય તો એવા ગ્રાહકો હશે જે આ ઘટનાથી જ અજાણ હશે….ડાઈનામિક પ્રાઇઝિંગ સિસ્ટમને લાગુ કરતાં પહેલા કહેવાતું હતું કે આ પધ્ધતિથી ઉપભોકતાઓને ફાયદો થશે પરંતુ જો આને જ ફાયદો કહેવતો હોય તો વિચરવાનું રહ્યું કે ક્યાં ઉપભોકતાઓને આ સિસ્ટમનો ફાયદો થઈ રહ્યો છે.