ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠનનું કલેકટર કચેરીએ આવેદન
જામકંડોરણાના મારામારીના કેસના ગુનાહિત ઈતિહાસ ધરાવતા અનિરુઘ્ધસિંહ દોલુભા જાડેજા દ્વારા પોલીસ પર ખોટા આક્ષેપ કરીને પ્રમાણિક પોલીસ અધિકારી જે.યુ.ગોહિલ તથા પ્રમાણિક પોલીસ સ્ટાફને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જે તદન ખોટા છે એટલે તેની વિરુઘ્ધમાં અને પોલીસના સમર્થનમાં ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠન દ્વારા આજરોજ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગત તા.૨/૯/૨૦૨૦ના રોજ જામકંડોરણાના માનવભાઈ કેતનભાઈ લુણાગરીયાને મુળ પીપરડીના હાલ જામકંડોરણા રહેતા અનિરુઘ્ધસિંહ દોલુભા જાડેજા દ્વારા માર મારવામાં આવેલ એવી અરજી અરજદાર માનવભાઈ કેતનભાઈ લુણાગરીયા દ્વારા અરજી આપવામાં આવી હતી. આ અરજીના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી જે કાર્યવાહી થઈ એ સારું નહીં લાગતા અનિરુઘ્ધસિંહ જાડેજા દ્વારા પોલીસ પર માર મારવાના ખોટા આક્ષેપો કરીને દવાખાને દાખલ થયેલ હોય પરંતુ આ ઈસમનો ગુનાહિત ઈતિહાસ જોવામાં આવે તો તેના વિરુઘ્ધ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં દેશી દાના કેસો, ઈંગ્લીશ દાના કેસો, જુગાર, મારામારીના એમ ૧૩ થી ૧૪ ગુન્હાઓ પોલીસ ચોપડે ચડેલ છે તેમ છતાં આવી લુખ્ખાગીરી કરવી, ધાક ધમકી, મારામારી કરવી એ તેમના માટે સામાન્ય બાબત થઈ ગયેલ છે.
આવા ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા લોકો કાયદો વ્યવસ્થા ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હાલમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પ્રમાણિક સ્ટાફ તથા પ્રમાણિક અને કડક અધિકારી પી.એસ.આઈ જે.યુ.ગોહિલ હોવાને લીધે જામકંડોરણામાં ક્રાઈમ રેટ ઓછો થયેલ છે. આવા પ્રમાણિક ઓફિસર તથા પોલીસ સ્ટાફ પર જે આક્ષેપો થયા છે જે ખોટા છે ત્યારે આવા તત્વોને ડામવા માટે જે પ્રયાસો પોલીસ કરે છે સમાજ માટે ખુબ સારું કાર્ય છે અને આવા પ્રમાણિક ઓફિસર તથા પોલીસ સ્ટાફની વિરુઘ્ધમાં જે આક્ષેપો થયા છે તે તદન ખોટા છે એટલે યોગ્ય તપાસ કરી આમ જનતાનું હિત ધ્યાનમાં રાખવા ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠન દ્વારા કલેકટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું છે.