રાજસ્થાન, મુંબઈ સહિતની જગ્યાએથી મહાનુભાવો પધારશે: પરમ વિભૂષિત મહંત ઈન્દ્રભારતીજી મહારાજને સન્માનિત કરાશે: સમાજ શ્રેષ્ઠીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે
દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ-રાજકોટ આવતીકાલે બપોરે ૧:૦૦ કલાકથી હેમુગઢવી ઓડિટોરીયમ રાજકોટ ખાતે રાષ્ટ્રીય ફલક પર દશનામ ગોસ્વામી સમાજનાં હાઈલી એજયુકેટેડ યુવક અને યુવતિઓ માટે પોતાને સમકક્ષ અને યોગ્ય જીવનસાથી મેળવવાનાં મહાયજ્ઞ સ્વરૂપ કાર્યક્રમ ‘કહીં ન કહીં કોઈ હૈ પરિવાર પરિચય મિલન-૨૦૧૯’ શિર્ષક હેઠળ યોજાશે. પાછલા ૧૯ વર્ષોથી દર સાલ જુલાઈમાં યોજાતા આ રાષ્ટ્રીય લેવલનાં કાર્યક્રમનાં આ સાલ મહામંડળનાં અધ્યક્ષ મહેન્દ્રગીરી ગોસ્વામી-ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. ઉપાધ્યક્ષપદે અમૃતગિરીજી-જુનાગઢ અને પ્રમુખસ્થાને યુવા ઉધોગપતિ હરેશભારથીજી-અમદાવાદ ઉપસ્થિત રહેશે. સમારોહનું દીપ પ્રાગટય રમેશગીરી, પ્રેમગીરી, પ્રવિણપુરીજી, પ્રફુલગીરીજી, મહેન્દ્રગીરીજી, હરશંભુગીરી,
ડો.વી. જી.ગોસ્વામી, હિતેષગીરીજી તથા વિમ્પપુરીજીનાં હસ્તે થશે.
પરંપરા મુજબ આ સમારોહમાં દશનામ શિરોમણી સન્માનથી પંચદશનામ જુના અખાડા કાશીનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ-ઘાંટવડ તથા જુનાગઢનાં પરમ આદર્શ પરમ વિભૂષિત મહંત ઈન્દ્રભારતીજી મહારાજને સન્માનિત કરવામાં આવશે તથા દશનામ વિરલ વિભૂતિ સન્માન દશનામ દઘીચી અને મહામંડળનાં પ્રેરક, સ્થાપક અને પિતામહ એવા સ્વામી નૃસિંહગીરી મણીગીરી મહેતાને મરણોપરાંત એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મુંબઈથી અનેક મહાનુભાવોને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહેશે. આ મહાયજ્ઞ સમાન પ્રોજેકટને સફળ બનાવવા ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશપુરીજીનાં માર્ગદર્શન હેઠળ પ્રેસીડેન્ટસ ગીરીશપુરીજી, મહેશપુરી, અમુલગીરી, રાજનગીરી, દેવાંગગીરી, સાગરગીરી, કલ્પેશગીરી તથા ક્રિએટીવ લેડીઝ કલબનાં કલ્પનાબેન, શિલ્પાબેન, પ્રમુખ ગીતાબેન, સરોજબેન, પલ્લવીબેન, તેજલબેન, શ્રદ્ધાબેન, ઉર્વશીબેન, પુજાબેન, દિપ્તીબેન તથા પ્રજ્ઞાબેન જહેમત ઉઠાવી રહ્યા છે.