ડીએનએ ટેસ્ટના પરિણામોના આધારે ભારતીય ક્રિકેટરોના ડાયટ પ્લાન અને ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર થશે
ભારતીય ક્રિકેટ ટીમ મોર્ડેનાઈઝેશન તરફ વળી રહી હોય તેમ નવી ઉંચાઈ સર કરી રહી છે. તો કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ફીટનેસ પર ખાસ ધ્યાન રાખી રહી છે ત્યારે હવે બીસીસીઆઈ ખેલાડીઓને વધુ ઊંચા સ્તરે લઈ જવા ડીએનએ ટેસ્ટની મદદ લઈ રહ્યું છે. ડીએનએ ટેસ્ટના પરિણામથી ક્રિકેટરોમાં ચરબી બાળવાની (ફેટ બર્નિગ) ક્ષમતા, એન્ડયુરન્સ, રિકવરી ટાઈમ, મસલ બિલ્ડીંગ વગેરે વિશે માહિતી મળશે અને તે દ્વારા ભારતીય ક્રિકેટરોના ડાયટ તથા ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે.
આ સમગ્ર પ્લાન ભારતીય ક્રિકેટ ટીમના ટ્રેઈનર શંકર બાસુએ આપ્યો છે અને તેમની ભલામણોને આધારે જ ક્રિકેટરોના ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યાં છે. આ ટેસ્ટમાં ૪૦ કરતાં વધારે જીનીન તત્ત્વની તપાસ થશે. જે પરિણામો આવશે તેના પર દરેક ખેલાડીના અલગ-અલગ ડાયટ પ્લાન અને કસરતોનું ‚ટીન બનાવાશે.
ડીએનએ ટેસ્ટથી ખેલાડીઓમાં રહેલી ચરબી તેમની ક્ષમતા, વજન, ખોરાક સહિતની તમામ જિનેટીક ડેટાની ખબર પડશે. આ જીનેટીક ફીટનેસ ટેસ્ટનો ખર્ચ દરેક ખેલાડી સામે ‚ા.૨૫ થી ૩૦નો થાય છે. આ અગાઉ તાજેતરમાં બધા ક્રિકેટરોનો સ્કીનફીલ્ડ ટેસ્ટ કરાયો હતો. જેમાં શરીરમાં ફેટનું પ્રમાણ જાણી શકાય છે. પરંતુ આ ટેસ્ટથી ચોક્કસ પ્રમાણમાં પરિણામ આવતું નથી તેથી હવે બીસીસીઆઈએ ખેલાડીઓના ડીએનએ ટેસ્ટ લેવાનું શ‚ કર્યું છે. ખેલાડીઓ માટે શરીરમાં ૨૩ ટકા ફેટ જ‚રી છે અને આ આધારે જ ક્રિકેટરોના ડાયટ પ્લાન તૈયાર થશે.