• 71 આસામીઓ પાસેથી 15 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.24550નો  દંડ વસુલાયો

રાજકોટ મહાનગરપાલિકા  સ્વચ્છતા પખવાડિયું શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ, ન્યુસન્સ પોઈન્ટ, પબ્લિક પ્લેસ  પ્રોમીનેંટ એરિયાની સફાઈ, કોમ્યુંનીટી  તથા પબ્લીક ટોયલેટની સફાઈ, આંગણવાડીની સફાઈ , આરોગ્યકેન્દ્રની સફાઈ   સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે ત્રણેય ઝોનમાંથી કુલ 71 આસામીઓ પાસેથી 15 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.24550/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનમાં રૈયા રોડ ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તની કામગીરીમાં જોડાયા હતા.

DMC itself entered the field to seize the banned plastic
DMC itself entered the field to seize the banned plastic

સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 23 આસામીઓ પાસેથી 02 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.6600/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 11.5 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.13000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

DMC itself entered the field to seize the banned plastic
DMC itself entered the field to seize the banned plastic

ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 19 આસામીઓ પાસેથી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.4950/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.