શહેરનાં જિલ્લા બહુમાળી ભવન ખાતે આજે ACBની ટીમ ત્રાટકી હતી અને તપાસ કરી હતી. જે દરમિયાન લોનની ફાઈલ ક્લિયર કરાવવા માટે લાંચની માંગણી કરનાર ક્લાસ-3 અધિકારીની ACBએ અટકાયત કરી હતી.

ક્લાસ-3 અધિકારી ડી.કે. રાઠોડે ફાઈલ ક્લિયર કરાવવા માટે રૂપિયા 7 હજારની લાંચ માગી હતી અને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યાં હતા.

ફરિયાદ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેને ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેથી ACBએ છટકુ ગોઠવી આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ 7000 સ્વીકરતા ACBની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.