નોવાક જોકોવીચને ગત રવિવારે યુ.એસ. ઓપન ટુર્નામેન્ટમાંથી તેની છેલ્લી મેચ દરમિયાન એક અધિકારીને બોલથી પ્રહાર કર્યા બાદ ઈજા પહોંચતા ગેરલાયક ઠેરવી રડતો કરી દેવાયો હતો. છેલ્લા મેચ દરમિયાન સ્પેનની પાબ્લો કેરેનો બુસ્તા સામે ૫-૬થી રમતા જોકોવીચે મહિલા અધિકારીની દિશામાં બોલ ફટકારતા મહિલાને ગળાના ભાગમાં ઈજા પહોંચી હતી જેના પગલે જોકોવીચને ગેરલાયક ઠેરવી દેવામાં આવ્યો હતો.
યુ.એસ. ઓપન ટુર્નામેન્ટનાં ૧૬માં મેચ દરમિયાન જોકોવીચ સ્પેનની પાબ્લો કેરેન સામે ૫-૬ની શ્રેણીમાં રમી રહેલ હતો તે દરમિયાન તેને એક મહિલા અધિકારીની દિશામાં બોલ ફટકારતા મહિલા અધિકારીને ગળાના ભાગમાં ઈજા પહોંચી હતી જે બાદ મહિલા અધિકારીને ત્વરીત ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સદનશીબે મહિલાને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી ત્યારે જોકોવીચ મહિલાની ખબર પુછવા હોસ્પિટલ પહોંચ્યો હતો પરંતુ તે પહેલા જ મહિલા અધિકારી કોર્ટ ખાતે પહોંચી હતી. મામલામાં ટુર્નામેન્ટના રેફરી સાથે લગભગ ૧૦ મિનિટની ચર્ચા બાદ અમ્પાયરે જાહેર કર્યું હતું કે, જોકો વીચ ડિસ્કવોલીફાઈ થતા કેરેનો બુસ્તાની જીત થઈ છે. સર્બીયન સ્ટાર ગ્રાન્ડસલેમ સીંગલ્સની ટુર્નામેન્ટના ઈતિહાસમાં જોકોવીચ ગેરલાયક ઠેરવાયેલા ખેલાડીઓ પૈકી ત્રીજો ખેલાડી છે કે જેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. વર્ષ ૧૯૯૦માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં જહોનમેકનરો, વર્ષ ૨૦૦૦માં ફ્રેન્ચ ઓપનમાં સ્ટેફન કોબેકને ગેરલાયક ઠેરવ્યા બાદ આશરે ૨૦ વર્ષે જોકોવીચને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. જોકોવીચ ૧૮માં ગ્રેનસલેમ ટાઈટલ માટે બીલ્લીજીન કિંગ યુ.એસ. નેશનલ ટેનિસ સેન્ટર ખાતે રમી રહ્યો હતો તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.