કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરતા ઈમિગ્રેશન મંત્રાલયએ વિઝા રદ કર્યા
વર્લ્ડ ટેનિસનો નંબરવન ખેલાડી નોવાક યોકોવિચને કોરોના વિરોધી વેક્સિનન લેવાના કારણે અને કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બાબતે તેને ઓસ્ટ્રેલિયાથી કાઢી મૂકવામાં આવ્યો છે. અને તેના વીઝા પણ રદ કરવામાં આવ્યા છે. જે અંગેનો નિર્ણય અને ચુકાદો ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે આપ્યો છે. પરિણામે હવે તે આજથી શરૂ થતી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ માંથી તે બહાર થઈ ચૂક્યો છે.
યોકોવિચને વેક્સિન વિના ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ ન આપવાના ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણય સામે કોર્ટ કેસ જીતી ગયો હતો પરંતુ વિઝા ઈમિગ્રેશન મંત્રીએ તેમના વિશેસ પાવરનો ઉપયોગ કરી તેના વિઝા રદ કર્યા હતા. જેની સામે યોકોવિચે ફરી અપીલ કરી હતી.
જોકે ફેડરલ કોર્ટના ત્રણ જજીસની બેન્ચે એકમતથી ઈમિગ્રેશન મંત્રીના નિર્ણયને યોગ્ય ઠેરવતા યોકોવિચનું ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ, જેમાં તેને ટોપ સીડ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના ચુકાદાના કલાકો પછી ફેડરલ એજન્ટ્સની સાથે યોકોવિચ અને તેની ટીમ મેલબોર્ન એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તેને દુબઈ જતી ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યો હતો. આ સાથે છેલ્લા ૧૧ દિવસથી ચાલી રહેલા હાઈ ડ્રામાનો અંત આવી ગયો છે.
ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થયેલા જોકોવિચની ગેરહાજરી સમગ્ર ટુર્નામેન્ટ ઉપર માઠી અસર ઊભી કરશે અને આ અંગે એસોસીએશન પણ કોર્ટ સમક્ષ દરખાસ્ત કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે.