વિશ્વભરના ટેનિસના ખેલાડીઓ પૈકી નંબર એકનો ખેલાડી નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપનના સેમિફાઇનલમાં અગાઉ ૧૩ વાર ચેમ્પિયન રહી ચૂકેલા રાફેલ નડાલને મ્હાત આપી છે. જોકોવિચે છઠ્ઠી વાર ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઇનલ મેચમાં જોકોવિચનો મુકાબલો ગ્રીસના સ્ટાર ટેનિસ ખેલાડી સ્ટેફાનોસ સિતસિપાસ સામે થશે.
ફાઇનલમાં જોકોવિચ અને સ્ટેફાનોસ વચ્ચે કાંટે કઈ ટક્કર: નોવાક ૨૦મી વાર ચેમ્પિયન બનશે?
નડાલ અને જોકોવિચ વચ્ચે થયેલા ૫૮માં મેચ દરમિયાન જોકોવિચે નડાલને ૩-૬, ૬-૩,૭-૬,૬-૨ થી મ્હાત આપી હતી. જેની સાથે જ જોકોવિચે ૧૯મી વાર ચેમ્પિયન બનવાની ઈચ્છા સાથે ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવી લીધો છે. નોંધનીય બાબત છે કે, જો જોકોવિચ ફાઇનલ મેચમાં જીત મેળવે તો ટેનિસના ૫૦ વર્ષના ઇતિહાસમાં તમામ ગ્રેન્ડ સ્લેમ બે-બે વાર જીતનાર ખેલાડી બની જશે.
નડાલ અને જોકોવિચ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચની જો વાત કરવામાં આવે તો પ્રથમ સેટમાં નડાલે જોકોવિચને ૩-૬ થી હરાવ્યો હતો. પરંતુ બીજા સેટમાં જોકોવિચે જોરદાર વાપસી કરતા ૬-૩ થી નડાલને મ્હાત આપી હતી. ત્રીજા સેટમાં કાંટે કઈ ટક્કર યોજાઈ હતી પણ અંતે ૭-૬થી જોકોવિચે સેટ પોતાના નામે કર્યો હતો.અંતે ચોથો સેટ પણ જોકોવિચે ૬-૨ થી જીત ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી.
હવે ફાઇનલ મેચમાં જોકોવિચની ટક્કર ગ્રીસના સ્ટાર ખેલાડી સ્ટેફાનોસ સાથે થનારી છે. સેમિફાઇનલમાં સિતસિપાસે જર્મનીના એલેક્ઝાન્ડર જવેરેવને ૬-૩,૬-૩,૪-૬,૪-૬,૬-૩ થી પછાડી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિતસિપાસે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.