માર્કેટીંગ યાર્ડમાં ખરીદ-વેચાણ સહિતની કામગીરી બંધ રહેશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવી છે. આગામી તા.૨૫ થી ૩૧ ઓકટોબર સુધી દિવાલી વેકેશન રહેશે વેકેશન દરમ્યાન માર્કેટીંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેવા પામશે. બજારમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. તહેવારને આડે ગણતરીનાં દિવસોબાકી છે.ત્યારે બે દિવસ પછી ધનતેરસથી દિવાળી પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને તો દિવાળી વેકેશન પડી ચૂકયું છે. ત્યારબાદ ધીમેધીમે દિવાળીથી તમામ વેપાર ધંધાઓ, નોકરીયાતોને દિવાળી વેકેશન પડશે.
દિવાળી પર્વ ઉજવવા સૌ કોઈમાં થનગનાટ મચ્યો છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડ દિવાળી નિમિતે આગામી તા.૨૫ થી ૩૧ ઓકટોબર સુધી સંપૂર્ણ બંધ રહેવા પામશે તેમજ યાર્ડની તમામ કામગીરીને બ્રેક લાગશે.
દિવાળી બાદ રાબેતા મુજબ તા.૧ નવે.થી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ધમધમશે. લાભપાચમના શુકનવંતા મૂહર્તે કામગીરીનો પ્રારંભ થશે. શહેરના તમામ વેપાર ધંધાઓ લાભપાંચમથી ધમધમશે તેવી જ રીતે રાજકોટ માર્કેટીંગ યાર્ડ પણ ૩૧ ઓકટો. સુધીના દિવાળી વેકેશન બાદ લાભ પાંચમના શુકનવંતા મુહર્તે તા.૧ નવે.થી રાબેતા મુજબ કામગીરી શરૂ કરશે.