જુનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા દિવાળીના પર્વને લઈને આગામી તા. 24 ઓક્ટોબરથી 28 ઓકટોબર સુધી પાંચ દિવસ દરમિયાન રજા જાહેર કરવામાં આવી છે અને 21 થી 28 ઓક્ટોબર સુધી તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાની એક યાદી મુજબ આગામી દિવાળીના તહેવારો નિમિત્તે તા. 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી માર્કેટિંગ યાર્ડમાં હરાજી તથા વેપારી કામકાજ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેને લઈને તા. 21 ઓક્ટોબર શુક્રવારના રાત્રીના 8 વાગ્યાથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે. અને 28 ઓક્ટોબર શુક્રવારના 8 વાગ્યાથી તમામ જણસીની આવક શરૂ કરવામાં આવશે. અને 29 ઓક્ટોબર શનિવારના રોજ લાભ પાંચમના શુભ મુહર્તથી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખાતે હરાજી તેમજ વેપારી કામકાજ શરૂ કરવામાં આવશે. જે અંગેની તમામ વેપારી તથા ખેડૂતોએ નોંધ લેવા યાર્ડના સેક્રેટરીએ યાદીના અંતે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.