યુનિવર્સિટી કેમ્પસમાં જુદા-જુદા ચાર પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે: ૧૦ ગર્લ્સ હોસ્ટેલ માટે ૧૦ સાયકલ આપવામાં આવશે
દિવાળી વેકેશન પુરુ થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની કોલેજો આજથી ફરી ધમધમતી થઈ છે અને આગામી તા.૧૪મી એટલે કે ગુરુવારનાં રોજ શાળાઓ ફરીથી ખુલશે અને બાળકોનો ખીલખીલાટ ફરી ગુંજી ઉઠશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ૧૩મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્યોનો પ્રારંભ થશે. દિવાળી વેકેશન પુરું થયા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં જુદા-જુદા ચાર પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં ગર્લ્સ હોસ્ટેલ માટે પ્રાથમિક તબકકે પ્રત્યેક હોસ્ટેલ માટે ૧૦ સાયકલ આપવામાં આવશે.
આગામી ૧૩મી નવેમ્બરથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે ત્યારે ચાર પ્રકલ્પોમાં એક પ્રકલ્પ પ્લાસ્ટીકની નકામી બોટલનાં નિકાલ માટે ક્રસર મશીન મુકવામાં આવશે તેમજ યુનિવર્સિટીમાં ૧૩ જગ્યાએ સેનેટરી વેન્ડીંગ મશીન મુકવામાં આવશે.
કોલેજો આજે ધમધમતી થઈ છે જોકે હજુ તમામ શાળાઓ આગામી તા.૧૪મી નવેમ્બરનાં રોજ ધમધમતી થશે
જોકે રાજકોટમાં ઘણી ખરી સ્કુલોમાં આજથી જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આજથી શૈક્ષણિક સત્રનો સ્કુલ-કોલેજોમાં પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં સ્કુલો-કોલેજોમાં જોવા મળ્યા હતા.