એક તરફ ખાડાના કારણે બેંગલોરમાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે તો બીજી તરફ કર્ણાટક વિધાનસભા તરફથી ધારાસભ્યો માટે સોનાના બિસ્કિટનો પ્રસ્તાવ મોકલાયો છે. કર્ણાટક વિધાનસભાને ૬૦ વર્ષ પૂરા થતાં હોવાથી આગામી ૨૫, ૨૬ના રોજ ભભકાદાર કાર્યક્રમ થવાનો છે. જેના માટે ૨૬ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ૩ કરોડના ખર્ચે ૧૩ ગ્રામના સોનાના ૩૦૦ બિસ્કિટ ખરીદશે. આ ઉપરાંત ત્યાં કામ કરવાવાળા કર્મચારીઓને પણ ચાંદીની પ્લેટ આપવાની દરખાસ્ત મુકાઇ છે. જોકે આ બંને પ્રસ્તાવોને નાણાં મંત્રાલયે ફગાવી દીધા હોવાનું જાણવા મળે છે.
દિવાળીમાં ધારાસભ્યોને સોનાના બિસ્કિટની ‘ખૈરત’!!!
Previous Articleભ્રષ્ટાચારનો ભોરિંગ ચીનનું ‘સાયન્સ સુપરપાવર’નું સપનું ભરખી જશે?
Next Article સ્ટાર્ટઅપ માટે હવે સરળતાથી મળી શકે છે ફંડિંગ…