રૂમઝૂમ કરતી નવરાત્રી પૂરી થઈ અને દિવાળી આંગણે આવીને ઊભી રહી છે.દિવાળી ની તૈયારીઓ આમ તો નવરાત્રી પહેલા જ શરૂ થઈ જાય છે ગુજરાતી સામાજિક પરંપરામાં દિવાળી માત્ર પ્રકાશ પર્વ નથી સમગ્ર પરિવાર ઘર અને વિચારસુધીનો પર્વ ગણવામાં આવે છે.દિવાળી એ ઘર સજાવટ થી લઈને ઘરને નવા રંગ રૂપ આપવાની પરંપરા આજે પણ યથાવત છે. દિવાળી એ મનની જેમ ઘર પણ સ્વચ્છ સુગર અને નવા કલેવર ધારણ કરે છે અત્યારે ઘરમાં રંગ રોગાણ અને રીપેરીંગ માટે રાત દિવસ બજારમાં ધમધમાતા રહે છે અગાઉ ચુના ધોળ અને ડિસ્ટમ્બર ની જગ્યાએ હવે ઓઇલ પેન્ટ પ્લાસ્ટિક પેન્ટ અને સિન્થેટિક કલર નો ઉપયોગ વધી રહ્યો છે.
રોશની શણગારની સાથે ઘરમાં નવા રંગ રોગાણના રિવાજનો કરોડોનો બિઝનેસ
દિવાળીના સ્વાગત માટે ઘરની સજાવટ શરુ કરી દેવામાં આવી છે.ઘરમાં પ્રવેશતાં જ સહુ પ્રથમ ધ્યાન ઘરની દીવાલો પર જાય છે. ઘરને રંગકામ કરવાથી ઘર એકદમ આકર્ષક દેખાય છે.એક અલગ જ લુક જોવા મળે છે.ઘરને એકદમ તેજસ્વી દેખાડવાનો આ ઉત્તમ ઉપાય છે.ભારતીયો તેમના ઘરોને તેમની સૌથી કિંમતી સંપત્તિ માને છે. હાલ બજારમાં એશિયન પેઇન્ટસની વધૂ ડિમાન્ડ છે પણ અન્ય પેઈન્ટ્સમાં બર્જર, ડીલક્ષ, જેએસડબલ્યુના પેઇન્ટસ પણ લોકો ઘરના સુશોભન માટે રંગોની ખરીદી કરે છે. સફેદ, આછો પીળો, આછો નારંગી, આકાશ વાદળી, આછો ગુલાબી જેવા હળવા રંગોનો ઉપયોગ વધુ કરે છે.
આધુનિક ઢબની ઘર સજાવટ કળા માટે આજકાલ લોકો જાગૃત થતા જાય છે. માત્ર કિંમતી ફર્નિચર વસાવવાથી શક્ય બનતું નથી તે માટે કેટલાક ખાસ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે છે. જેવાં કે બજેટ, જરૃરિયાત, સંતુલન, જગ્યાનું પ્રમાણ, ચીજો તથા રંગોની પસંદગી વ્યવસાયી ઇન્ટિરિયર ડેકોરેટરની મદદ લઈ શકાય, પણ જાતે સૂઝ ધરાવતા લોકો પણ આ કાર્ય કરી શકે છે.
દીવાલો, ફર્નિચર, ચાદરો, પડદા વગેરેના યોગ્ય રંગોની પસંદગી પણ ફલેટનો દેખાવ નયનરમ્ય બનાવી શકે છે.
પ્રકાશ અને રંગ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. રંગ પ્રકાશના કેટલાક મોજાને પોતાનામાં સમાવી દે છે.
સફેદ, આછો પીળો, વાદળી, આછો ગુલાબી, બદામી સહીત અવનવા કલરો સુશોભનમાં અતિ મહત્વ ધરાવે છે.
ઘરને પેઇન્ટિંગ કરવું અથવા તેને પેઇન્ટનો નવો કોટ આપવો આ તૈયારીનો એક ભાગ છે. તે વ્યક્તિની આસપાસના નવીકરણ અને શુદ્ધિકરણનું પ્રતીક છે. તેજસ્વી અને અવનવા રંગોનો ઉપયોગ દિવાળી દરમિયાન ઘરોને સજાવવા માટે ઉત્સવનું અને આવકારદાયક વાતાવરણ બનાવવા માટે કરવામાં આવે છે.દિવાળીના આગમન પહેલા, લોકો તેમના ઘરોને નવા અને અદ્ભુત બનાવવા માટે પેઈન્ટ કરે છે. આ પેઇન્ટિંગ ઘરને માત્ર સુંદર જ નથી બનાવતું પણ તેને શુદ્ધ અને નવીકરણ પણ કરે છે. આપણને જે રંગો ગમતા હોય તેનો પ્રતિભાવ તે રંગો જોઈને આપણે તરત આપીએ છીએ. આથી કોઈ જગ્યાએ જોયેલ કોઈ કલર તમને આનંદપ્રદ લાગે છે . સુયોજીત રીતે ગોઠવેલ હોય તો રૃમ અતિ આકર્ષક જણાય છે. પોતાના બજેટને ધ્યાનમાં રાખી બુદ્ધિયુક્ત આયોજનથી ઘરની સજાવટ વિવિધ સ્ટાઈલથી થઈ શકે છે અને ઘર ઉષ્માપૂર્ણ નંદનવન બની શકે છે.
ઉમંગ અને ઉત્સાહથી દિવાળીની ઊજવણી કરવાનો ઉલ્લાસ સહુના મનમાં હોય છે. દિવાળી એટલે રજાઓ, ફટાકડા, મિઠાઈ, શુભેચ્છા અને એકમેકના ઘરે જવાનો તહેવાર. આ શુકનવંતા તહેવારને વધાવવા માટે કેટલીક આગોતરી તૈયારી કરવી પડે છે. તે રીતે જ ઘરને પણ નવેસરથી સજાવવાની ઈચ્છા પ્રત્યેક ગૃહિણીને હોય છે.ઘરની બહાર આગળના ભાગમાં પણ અવનવા કલરથી સુશોભિત કરતાં હોય છે. આંગણું શોભાવતા હોય છે.દિવાળીનો તહેવાર આવતાનિ સાથે લોકો અવનવા આનંદ ઉત્સાહ સાથે જોડાતા હોય છે ત્યારે પોતાના ઘરોની સજાવટ વસ્ત્રો વગેરે નવી વસ્તુ ખરીદી કરીને જગમગતા દિવડાઓની સાથે ઘરમાં પણ અવનવા રંગથી સુશોભિત કરે છે.વર્ષો પહેલા ઉજવાતા તહેવારોમાં દિવસે અને દિવસે પ્રગતિ જોવા મળી રહી છે. ભારતમાં, પ્રકાશના તહેવાર દિવાળી પહેલા ઘરોને સાફ અને સજાવટ કરવાની પરંપરા આજે પણ યથાવત છે.
એશિયન પેઈન્ટ્સ અને જેએસડબલ્યુ સહિતના પેઇન્ટ્સની થઈ રહી છે ધૂમ ખરીદી: ઓજસ મહેતા
મહાવીર ટ્રેડલિંકના ઓનર ઓજસ મહેતા અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યુ હતું કે, દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે, દિવાળીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસ માટે, લોકો તેમના ઘરોમાં અગાઉથી તૈયારીઓ કરે છે અને સજાવટ કરવાનું શરૂ કરે છે. દિવાળી પહેલા, લોકો તેમના ઘરોને રંગીન અને સુશોભિત કરે છે. એસિયન પેઈન્ટ્સ , બર્જર, ડીલક્ષ, જેએસડબલ્યુ પેઇન્ટ્સની ધૂમખરીદી થઈ રહી છે. લોકો ઘરના સુશોભન માટે અવનવા કલરોની ખરીદી કરી રહ્યાં છે. ઘરની અંદર ઊપયોગમાં લેવાતા કલોરોમાં પ્રીમિયમના 1 લી. ના અંદાજે 360, લકઝરી 1 લી. ના 600 તેમજ એક્સ્ટિરિયરમાં પ્રીમિયમ કોલોટીના 220 , ઇકોનોમિકના 350 તેમજ લકઝરીના અંદાજે 490 પ્રાઈઝમાં કલરની ખરીદી કરી રહ્યાં છે.
ઘરના સુશોભનના રંગોના વેંચાણમાં રોજિંદી ઘરાકી કરતાં હાલ વધૂ ઘરાકી: હિરેન ઘેલાણી
રાધે હાર્ડવેર અને સેનીટરીવેર્સના ઓનર હિરેન ઘેલાણીએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ દીવાળી તહેવાર આવી રહ્યો છે. ઘરના સુશોભન કરવામાં આવતાં રંગોના વેચાણમાં રોજિંદી ઘરાગી કરતાં અત્યારે વધારે ઘરાગી જોવા મળે છે. રંગોમાં એશિયન પૈન્ટ્સ, બર્જર, વેપક્યોર, ડીલક્ષ, જેએસડબલ્યુ સહિતના કલાારો માર્કેટમાં વેંચાણ થાય છે. જેમાં જેએસડબલ્યુના કલરનું પહેલાં કરતાં વધું વેંચાણ થાય છે. અમારી શોપ છેલ્લાં 17 વર્ષથી કાર્યરત છે. અમારી શોપ પરથી વેચાણ થયેલ કોય પણ પ્રોડક્ટનું ગ્રાહકોને સંતોષ થયો છે. ઘરના કલરમાં અવનવા રંગો ગ્રાહકો લેવાનું પસંદ કરે છે. જેમા લકઝરી, પ્રીમિયમ અને ઇકોનોમિક કેટેગરી ના કલર હોય છે જેમાં પ્રીમિયમ પ્રોડક્ટ વધૂ ઊપયોગ કરે છે તેમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગ માટે ઓછા બજેટમાં પ્રીમિયમ કલરમાં 20 લીટરના સાત હજાર રૂ.સુધી કલર લેવાનું વધૂ પસંદ કરે છે જે ગ્રાહકોને પરવડે છે.