Diwali : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે લોકોએ તહેવાર અંતર્ગત ખરીદીઓ શરૂ કરી દીધી છે. તહેવારને લઈને બજારમાં ભીડ-ભાડ જોવા મળી રહી છે. તો બીજી તરફ એક વર્ગ એવો છે જે ઓનલાઈન શોપિંગ કરે છે. પરંતુ હાલના સમયમાં ફ્રોડ થવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. સાઇબર ગઠિયાઓ વિવિધ રીતે ટ્રેપ ગોઠવીને લોકો સાથે છેતરપિંડી કરીને લૂંટ મચાવી રહ્યાં છે. ત્યારે ઓનલાઈન ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

ઓનલાઈન ખરીદીની વાત કરવામાં આવે ત્યારે તહેવારોને લઈને અનેક પ્રકારની સ્કિમ, ઑફર્સ અને સેલ બહાર પાડવામાં આવી રહી છે. આ લોભમણી લાલચનો ભોગ ન બની જય તે માટે ચેતવણીના ભાગ રૂપે અનેક તકેદારી રાખવી આવશ્યક છે. તહેવારોની સિઝન શરૂ થતાંની સાથે જ મોટી કંપનીઓ અને વિવિધ બ્રાન્ડ્સએ તેમની વાર્ષિક ઓફર શરૂ કરી દીધી છે. ખાસ કરીને તમે ઇ-શોપિંગ પોર્ટલ પર આ આકર્ષક ઑફરો સરળતાથી જોઈ શકશો. જેને લઈને સાવચેત રહેવાની જરૂર છે. અન્યથા તમે ફ્રોડના શિકાર બની શકો છો.

ફેક વેબસાઇટ અને એપથી બચો

કોઈ પણ સમયે ઓનલાઈન ખરીદી કરતા પહેલા ખાતરી કરો કે, તમે જે  એપ કે વેબસાઈટ પરથી ખરીદી કરી રહ્યાં છો તે વિશ્વસનીય છે કે નહીં, અજાણી લિંક પરથી ક્યારેય કોઈ એપ ડાઉનલોડ ન કરો, વિશ્વસનીય વેબસાઈટ અથવા એપ દ્વારા જ ઓનલાઈન શોપિંગ કરો. જે તમને ફ્રોડનો શિકાર થતાં બચાવી શકે છે.

અજાણી લિંક્સ પર ક્લિક ન કરો

પ્રસારણના માધ્યમો જેવા કે મેસેજ, વોટ્સએપ કે અન્ય માધ્યમો દ્વારા કોઈ આકર્ષક ઓફરની લિંક આપવામાં આવે તો તેની વિશ્વસનીયતા અંગે તપાસ  કર્યા વિના ક્લિક કરશો નહીં. કારણ કે છેતરપિંડી કરનારાઓ નકલી લિંક્સ મોકલીને તમારા મોબાઈલને હેક કરી શકે છે. અને તેના દ્વારા તમારા એકાઉન્ટની ડિટેઇલ મેળવીને પૈસા ઉપાડી શકે છે.

ID-પાસવર્ડ સેવ કરીને ન રાખો

ઓનલાઈન ખરીદી કરતાં સમયે કેટલાક લોકો તેમની બેંકિંગને લગતી માહિતી જેવી કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર વગેરે એપ્લિકેશન અથવા વેબસાઈટ પર સેવ કરે છે, જેથી આ વિગત ફરી વાર ન ભરવી પડે તે માટે   વિગતો સેવ કરતાં હોય છે. પરંતુ વિગતો સેવ કરવીએ સાઇબર સેફટી માટે હિતાવહ નથી, કારણ કે હેકરો અને છેતરપિંડી કરનારાઓ આ માહિતીનો ગેર ઉપયોગ કરી શકે છે.

પેમેન્ટમા કરવામાં રાખો સાવચેતી

ઘણી એપ્સ એવી હોય છે જે સામાન્ય રીતે બીજી એપ્સ અથવા વેબસાઇટ્સથી વધુ સારું ડિસ્કાઉન્ટ આપતા હોય છે. ત્યારે આવી ઓફરની લાલચમાં આવીને લોકો વસ્તુની ખરીદી કરતાં હોય છે. તેમજ ચૂકવાણીઓ પણ ઓનલાઇન કરવામાં આવતી હોય છે. તેમજ ખાસ કરીને નવી એપ્લિકેશન કે વેબસાઇટ્સ પરથી ઓર્ડર કરતાં સમયે માત્ર કેશ ઓન ડિલિવરી દ્વારા જ પેમેન્ટ કરવાનો વિકલ્પ પસંદ કરો જેથી છેતરપિંડી થવાની શક્યતાઓને ઓછી કરી શકાય છે.

લોભમણી ઓફર્સની તપાસ કરવી

ઘણી વખત ઈમેલ, મેસેજ, કોલ અથવા સોશિયલ મીડિયા દ્વારા ઘણી આકર્ષક ઓફર વિશે માહિતી આપવામાં આવતી હોય છે. આ ઑફર્સમાં ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ અને કેશબેક જેવી વસ્તુઓ આપવામાં આવે છે. આવી ઑફર્સ પર વિશ્વાસ કરતા પહેલા તપાસ કરવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.