દિવાળીના તહેવારો કાલથી શરુ થઇ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રભરની બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. રાજકોટ ઉપરાંત ઉપલેટા, ગોંડલ, ધોરાજી, જેતપુર, જુનાગઢ, મોરબી, વેરાવળ, કેશોદ સહિતના પંથકમાં મુખ્ય બજારોમાં દિન પ્રતિદિન ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. સૌરાષ્ટ્રના નાના મોટા શહેરોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખરીદી માટે આવી રહ્યા છે. સોની બજારથી લઇ કટલેરી બજાર સુધીની તમામ બજારોમાં દિવાળીની ધુમ ખરીદી થવા લાગી છે. લોકો કપડા: બુટ, ચપ્પલ, કટલેરી, સાજ સજાવટની વસ્તુઓ વગેરેની ખરીદી કરી રહ્યા છે. તો ફટાકડા સ્ટોલમાં બાળકો માટે વિવિધ પ્રકારના ફટાકડાનું વેચાણ થઇ રહ્યું છે. છેલ્લા એકાદ અઠવાડીયાથી બજારનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો ભય રાખયા વિના ખરીદી માટે ઉમટી રહ્યા છે હજુ દિવાળી સુધી બજારોમાં ધમધમાટ જોવા મળશે.
જેતપુર એમ.જી. રોડ
વેરાવળ કટલેરી બજાર
કેશોદ કાપડ બજાર
ધોરાજી મેઇન બજાર
ગોંડલ નાની-મોટી બજાર