- મહિલા કેદીઓ તથા 60 વર્ષથી વધુ ઉંમરના કેદીઓને આજે ધનતેરસે જામીન ઉપર 12 નવેમ્બર સુધી કરાશે મુક્ત: ગૃહ વિભાગની સૂચનાથી અધિક જિલ્લા કલેકટરે કર્યો હુકમ
- મધ્યસ્થ જેલના 28 કેદીઓની દિવાળી સુધરી ગઈ છે. તેઓને 15 દિવસના જામીન અપાશે. મહિલા કેદીઓ તથા 60 વર્ષથી વધુ ઉંમરના કેદીઓને આજે ધનતેરસે જામીન ઉપર 12 નવેમ્બર સુધી મુક્ત કરાશે. ગૃહ વિભાગની સૂચનાથી અધિક જિલ્લા કલેકટરે આ અંગે હુકમ કર્યો છે.
જેમાં હંસાબેન સુરેશભાઈ સાગઠીયા રહે.અરડોઈ તા.કોટડા સાંગાણી, વિસ્મિતાબેન જયંતીભાઈ વોરા રહે.દાળિયા તા.ગોંડલ, મધુબેન મહેશભાઈ વસાવા રહે. કારેલા જી.ભરૂચ, મંજુલાબેન ખેંગારભાઈ પરધવી રહે.બોટાદ, રહેમત સુનેરાબેન શાહમદાર રહે. મોરબી, દયાબેન રમેશભાઈ સોલંકી રહે.માંગુકા તા.ગારીયાધાર, ચંપાબેન મોહનભાઈ ચાવડા રહે.ચરાવડા તા.હળવદ, સબાનાબેન રફીકભાઈ કોડિયા રહે.સુરેન્દ્રનગર, રશ્મિબેન દિવ્યેશભાઈ વરિયાવાળા રહે.સુરત, વહીદાબેન હારૂનભાઈ રામોદીયા રહે. રાજકોટ, મહેરુમબેન અબ્દુલભાઈ સૈયદ રહે.રાજકોટ, લાભુબેન નાનકદાસ મારું રહે.રાજકોટ, વિજયાબેન ભાવેશભાઈ રહે.વિભાપર જી.જામનગર આ મહિલાઓને જામીન આપવામાં આવ્યા છે.
ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના કેદી કનુભાઈ છગનભાઇ હિરપરા રહે.સતડીયા તા.ધારી, યુનુસભાઈ મહમદભાઈ ખાટકી રહે.સાયલા, મોહનભાઇ શિવાભાઈ ચાવડા રહે.ચરાડવા તા.હળવદ, મહેન્દ્ર મનુભાઈ ચાવડા રહે.રાજકોટ, દિલીપભાઈ લક્ષ્મણભાઈ ચાવડા રહે.રાજકોટ, વિભાભાઈ રાજાભાઈ આલ રહે.કરણગઢ તા.વઢવાણ, ઓસમણ ઈલિયાસ ભગાડ રહે.જામ સલાયા તા.ખંભાળિયા, મગનભાઈ પરસોત્તમભાઈ ભાડજા રહે.ઇશ્વરનગર તા.હળવદ, પ્રવિણસિંહ બાવુંભા ઝાલા રહે.જામનગર, જેઠાભાઈ અરજણભાઈ કોડીયાતર રહે.કડાયા તા.માળિયા હાટીના, ભગવાનજીભાઈ શિવલાલભાઈ ઠાકરિયા રહે.જામનગર, મુરા માદેવા રહે.આડેસર તા.રાપર, માધાભાઈ પૂંજાભાઈ ઘોટાડીયા રહે.માલિકા તા.લખતર, ચતુરભાઈ છનાભાઈ નંદેસરિયા રહે.મૂળચંદ તા.વઢવાણ અને નીતિન ખેલશંકર પંડ્યા રહે.જામનગર વાળાને જામીન આપવામાં આવ્યા છે.
ગુજરાતની જેલોમાં વિવિધ ગુનાઓ હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે દર વર્ષે સારી રહેણી કહેણી ધરાવતા કેદીઓને 15 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવે છે.
ગંભીર ગુનાઓ સિવાયના કેદીઓને સરકાર શરતો પ્રમાણે જેલમુક્ત કરે છે.
જે અંતર્ગત ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને અધિક પોલીસ મહાનિર્દેશકની સૂચના મુજબ જેલ સુધારણાના ભાગ રૂપે પાકા કામના કેદીઓને દીવાળી તહેવાર નિમિત્તે પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પર્વ કેદીઓ પોતાના પરિવાર સાથે મનાવી શકે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ સબ જેલમાં 28 કેદીઓને દિવાળીએ પેરોલ ઉપર છોડવા માટે જેલ અધિક્ષક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરવામાં આવી હતી.
આ કેદીઓમાં 15 પુરુષ કેદી છે અને 13 મહિલા કેદીઓ છે. આ તમામ કેદીઓને 15 દિવસના પેરોલ ઉપર છોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.