ફેસ્ટિવલની સિઝનમાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઘણી ઓફરો આપી રહી છે. ત્યારે બેન્ક પણ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે અલગ-અલગ સ્ક્રીમ લોન્ચ કરી રહી છે. આ દરમ્યાન ઘણી બેન્કો અલગ-અલગ પ્રકારની સ્ક્રીમ આપી રહી છે.હવે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકો માટે એક બમ્પર ઓફર આપી રહી છે. આ ઓફર દરમ્યાન તમને 16,999 રૂપિયાની કિમતવાળો MI MAX-2 સ્માર્ટફોન ફ્રીમાં મળશે.
SBIની આ ઓફરાં દરમ્યાન ગ્રાહકો દર કલાકે આ ફોન જીતી શકશે. જેમાં દિવાળીની સૌથી વઘુ ખરીદી કરનાર પહેલા 40 ગ્રાહકોને આ ફોન આપવામાં આવશે. બેન્ક તરફથી આપવામાં આવેલી આ ઓફર અનુસાર આ અઠવાડિયે સૌથી વઘુ ખરીદી કરનાર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ગ્રાહકોને આ ઓફરનો ફાયદો ઉઠાવી શકશે.
SBI તરફ થી આ ઓફરમાં 20 ડેબિટ કાર્ડ હોલ્ડર અને 20 ક્રેડિટ કાર્ડ હોલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઓફર માત્ર ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ધારકો માટે જ છે. આ ઉપરાંત બેન્ક તરફથી આ ફેસ્ટિવલ સીઝનમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારને ભરી કેશબેંક પણ આપવામાં આવશે.
એસબીઆઇની આ ઓફર અનુસાર દર અઠવાડિયે 40 ગ્રાહકોને આ ફોન આપવામાં આવશે. 40 માઠી 20 ક્રેડિટ કાર્ડ હોલ્ડર અને 20 ડેબિટ કાર્ડ હોલ્ડર હશે. આ ઓફર 26 ઓક્ટોમ્બર સુધી માન્ય રહશે.