દિવાળીને ધ્યાને રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ કર્મચારીઓના પગાર, ચોથા વર્ગના કર્મચારીઓને બોનસ અને પેન્શનરોના પેન્શન મહિનો પુરો થાય તે પહેલાં જ આપી દેવામાં આવતાં મ્યુ.કોર્પો.ના કર્મચારીગણમાં ખુશીની લાગશી વ્યાપી છે. તંત્રએ તમામને ફુલ મળીને રૂ.15 કરોડ ચુકવ્યા છે.
દીવાળી આવે તે પહેલા મહાનગરપાલિકાના 1380 જેટલા સફાઈ કામદારો, 600 જેટલા અવેજી કામદારો, 570 ઓફીસ સ્ટાફના અને 260 કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓ તેમજ 2050 જેટલા પેન્શનરોના પગારની ચુકવણી મહાનગરપાલિકાની એકાન્ટ શાખા હારા કરી દેવામાં આવી છે. તંત્રએ ચોથા વર્ગના કર્મચારીઓને રૂા.3484નું બોનસ, અવેજી કર્મચારીઓને પણ રૂા.1284 બોનસ તેમજ કાયમી તમામ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાની ચુકવણી પણ કરી છે.
જે પેટે તંત્રએ રૂા.15 કરોડની ચુકવણી કરી છે. જે વર્ષે દીવાળી આખર તારીખ આસપાસ આવે ત્યારે તે વર્ષે કર્મચારીઓનો પગાર વહેલો કરી નાંખવાની મહાનગરપાલિકાની વર્ષોથી પ્રથા હોવાનું ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશભાઈ નિર્મલે જણાવ્યું છે. કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારના સાત દિવસ અગાઉ પગાર-પેન્શનના નાણા મળવા પામતાં તમામમાં ખુશીની લાગણી વ્યાપી છે.