દુબઇ ટુરના બહાને હજારો ગુજરાતીઓ સાથે કરોડો રુપિયાની છેતરપીંડી થતા ચકચાર મચી ગઇ છે. દુબઇની નોર્થ ટુર્સ નામની ડીએમસી કં૫નીએ અનેક ટુર્સ ઓપરેટરો પાસેથી પ્રવાસીઓના નામે નાણા ઉઘરાવીને છેતરપીર્ડી કરી હતી. જેને કારણે દુબઇમાં અંદાજે ૧૨૦૦૦ જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફાસઇ ગયા છે. દુબઇ નાર્થ ટુર્સ ડીઅમેસી કં૫નીના માલિક સુરેશ કાનાણી વિરુધ્ધ દુબઇ ટુરિઝમ ઉપરાંત ભારતની કોન્સ્યુલેટમાં ફરીયાદ પણ કરવામાં આવી છે.
અમદાવાદની એક જાણીતી ટ્રાવેલ્સ કંપનીએ જ તેનો ૯૦ પ્રવાસીઓના અંદાજે ૨૧,૦૦૦ યુએસ ડોલર નોર્થ ટુર્સ કં૫નીમાં જમા કરાવ્યા હતા. આ પ્રકારે ગુજરાતની ૧૫ જેટલી કં૫નીના અંદાજે ૧૨૦૦ પ્રવાસીઓનાં કરોડો રુપિયા નોર્થ ટુર્સ કં૫નીમાં જમા કરાવવામાં આવ્યા હતા. બીજી તરફ દુબઇ ગયા બાદ હોટેલોમાં બિલ નહિં ચુકવાતા હજારો પ્રવાસીઓ ફસાયા છે. કારણ કે બિલના નાણા નહી ચુકવવામાં આવતા હોટેલ મેનેજમેન્ટ પ્રવાસીઓને બહાર જવા દેવાનો ઇન્કાર કરી દીધો હતો.
છેતરપિંડીના આ કેસમાં નોર્થ ટુર્સ ડીએમસી કં૫નીએ જીએસટીના નાણાં બચાવવાની લોલીપોપ બતાવીને પ્રવાસીઓ પાસેથી રોકડા પૈસા લીધા હતા. જેને કારણે તેમની પાસે ફરિયાદ કરવાનો કોઇ પુરાવો જ નથી. સુત્રોના જણાવ્યા મુજબ નોર્થ ટુર્સનો માલિક ટુર ઓપરેટરોના કરોડો રુિ૫યા લઇને પચ્રટુગલ ફરાર થઇ ગયો છે.
આમ દિવાળીના તહેવારમાં દુબઇ ફરવા ગયેલા હજારો ગુજરાતી પ્રવાસીઓની દિવાળી બગડી ગઇ છે. તે સિવાય નોર્થ ટુર્સની સેટેલાઇટ સ્થિત ઓફિસે આજે સવારથી જ તાળા લાગી જતા ટુર ઓપરેટરોની હાલત કફોડી બની ગઇ છે.