દિવાળીમાં જેટલું મહત્વ મીઠાઈ અને નાસ્તાઓનું હોય છે. તેટલું જ મહત્વ મુખવાસનું પણ હોય છે. જો તમે સરળ, સસ્તા અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ મુખવાસ ઈચ્છતા હોવ તો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કલકત્તી પાનનો મુખવાસ. તો આવો જોઈએ કે કેવી રીતે બને છે આ મુખવાસ…
કલકત્તી પાનનો મુખવાસ
સામગ્રી
-12 નંગ કલકત્તી પાન
-60 ગ્રામ ખાંડ
-100 ગ્રામ લખનવી વરિયાળી
-4 ચમચી બૂરું ખાંડ
-1 ચમચી ગુલકંદ
-1/2 ચમચી એલચી પાઉડર
-1-4 ચમચી લવલીનો મસાલો
– ચાંદીનો વરખ સજાવટ માટે
– ટુટીફ્રુટી
– થોડો ગ્રીન ફુડ કલર
-1/3 લીલા ટોપરાનું છીણ
-ખાંડ
રીત
એક કડાઈમાં ખાંડ લો. તેમાં ખાંડ ડુબે તેના કરતા વધુ પાણી ઉમરો. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ દો. લખનવી વરીયાળી તેમાં ઉમેરી થોડો ગ્રીન ફુડ કલર મિક્સ કરી 24 કલાક પલળી દો. હવે એક બાઉલમાં લીલા ટોપરાનું છીણ લો. તેમાં બૂરુ ખાંડ અને ગ્રીન કલર ઉમેરી લીલા ટોપરાનું મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ કલકત્તી પાનની લાંબી કતરણ કરો. એક મોટા બાઉલમાં 24 કલાક પલળીને તૈયાર થયેલી લખનવી વરીયાળી લો. તેમાં ટોપરાનું મિશ્રણ પાનની કતરણ, ગુલકંદ, અલચી પાઉડર અને લવલીનો પાઉડર ઉમેરી હાથ વડે બરાબર મિક્સ કરો. તૈયાર થયેલો મુખવાસ એક સર્વિંગ ડીશમાં કાઢી, ઉપર ચાંદીનાં વરખથી સજાવો.