દિવડા, તોરણ રંગોળીના કલર, કપડા અને મીઠાઈની દુકાનોમાં ખરીદી માટે ઉમટતા ગ્રાહકો
દેશમાં નોટબંધી અને જીએસટી બાદ છેલ્લા એક વર્ષમાં વેપાર ધંધાઓ સાથે રોજગારીને માઠી અસર જોવા મળી છે. ગ્રાહકોની ખરીદીમાં ભાવ વધારાના કારણે કાપ જોવા મળ્યો છે. તેમાંયે દિવાળીના વેપારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.
પરંતુ આજે પવિત્ર અગીયારસના શુભ દિવસે સૌરાષ્ટ્ર સાથે ઓખાની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના દિવળા, તોરણ, રંગોળીના કલર સાથે ફટાકડા, મીઠાઈ તથા રેડીમેઈટ કાપડોની દુકાનોમાં ઘરાકી વિશેષ જોવા મળી હતી. અહી તમામ વસ્તુઓના ભાવ જીએસટી લાગુ થતા વધારે જોવા મળ્યા હતા.
ત્યારે તેની અસર ઓખાની બજારોમાં ઓછી જોવા મળી હતી. ત્યારે નાના લોકો અને મધ્યમ વર્ગના લોકોને વધારે પરેશાની જોવા મળી હતી. મીઠાઈ અને કપડાને જોઈનેજે સંતોષ મનાવ્યો હતો. આજે ધનતેરસના લોકાએ લક્ષ્મીજીને આવકારવા આગણે રંગોળીઓ બનાવી હતી.