Table of Contents

દિવાળીની ધામધૂમથી ઉજવાય છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી લઇ લાભ પાચમ સુધી ઉજવાય છે. વર્ષ 2023માં ધનતરેસ, કાળી ચૌદશ, દિવાળી, પડતર દિવસ, બેસતુ વર્ષ, ભાઇ બીજ અને લાભ પાંચમની તારીખ અને પૂજાના શુભ મુહૂર્ત નોંધી લો

દિવાળી કઈ તારીખે છે? પડતર દિવસ કેમ આવે છે? ધનતેરસથી લાભ પાંચમ સુધી દિવાળીના તહેવારોની તારીખ અને પૂજાના શુભ મુહૂર્તની તમામ વિગત નોંધી દિવાળી કઈ તારીખે છે? પડતર દિવસ કેમ આવે છે? ધનતેરસથી લાભ પાંચમ સુધી દિવાળીના તહેવારોની તારીખ અને પૂજાના શુભ મુહૂર્તની તમામ વિગત નોંધી લો

રમા અગિયારસથી શરૂ થતા પંચ અને નવા વર્ષના ત્રિપર્વનો સમૂહને આપણે દિવાળી તહેવાર તરીકે ઉજવીએ છીએ

દિવાળીની ધામધૂમથી ઉજવાય છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી લઇ લાભ પાચમ સુધી ઉજવાય છે. વર્ષ 2023માં ધનતરેસ, કાળી ચૌદશ, દિવાળી, પડતર દિવસ, બેસતુ વર્ષ, ભાઇ બીજ અને લાભ પાંચમની તારીખ અને પૂજાના શુભ મુહૂર્ત નોંધી લો

દિવાળી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે અને દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. દિવાળી એ હિન્દુઓનો સૌથી મુખ્ય તહેવાર ગણાય છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવણી થાય છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાના વેપારમાં ઘરમાં સ્થિર મહા લક્ષ્મીની કૃપા છે ઈચ્છે છે જે મહાલક્ષ્મી માતાજી ચોપડા પૂજન લક્ષ્મી પૂજન શારદા પૂજન થી પૂર્ણ કરે છે ચોપડા પૂજનમાં ચોપડો સરસ્વતી છે કલમ મહાકાળી છે એ લક્ષ્મીજીનો સિક્કો છે તે લક્ષ્મી છે આમ ત્રણેય માતાજીની કૃપા ચોપડાનું પૂજન થી વ્યાપારમાં કૃપા વરસે છે આપણે ત્યાં દરેક શુભ પ્રસંગોમાં ચોઘડિયા જોવાની પ્રથા છે પરંતુ શાસ્ત્રો તક દ્રષ્ટિએ વિચારતા ચોઘડિયા કરતા હોરા વિશેષ મહત્વ ધરાવે છે તારીખ 12 11 ને રવિવારના શુભ વોરા તથા શુભ ચોઘડિયા નો સમય આપે છે જેમાં લક્ષ્મી પૂજન સારદા પૂજન કરવાથી ઉજવ કોને ત્યાં દર્શાવ વામાં લક્ષ્મી નિરંતર રહે છે અહીં આપેલા ચોઘડિયા તથા વોરા રાજકોટના સમય પ્રમાણે સૂર્યોદય મુજબ આપેલા છે તે આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર, 2023 રવિવારના રોજ ઉજવાશે. દિવાળીનો તહેવાર પાંચ દિવસ – ધનતેરસથી ભાઇબીજ સુધી ઉજવાય છે. આમ તો દિવાળીના તહેવારની ઉજવણી કારતક સુદ અગિયારસથી જ શરૂ થઇ જાય છે. કારતક સુદ અગિયારસને રમા એકાદશી અને બારસ તિથિને વાધ બારસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ – બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાંભ પાંચમનો તહેવાર આવે છે. દિવાળીના તહેવારોમાં ધનની દેવી લક્ષ્મી માતા, આરોગ્યના દેવતા ધન્વંતરિ, ઉગ્ર દેવતાઓ, શારદા પૂજન કરવાની પરંપરા છે. આ વખતે અડપણ પડતર દિવસ છે. વર્ષ 2023માં ધનતેરસ, દિવાળી અને લાંભ પાંચમનો તહેવાર ક્યારે ઉજવાશે અને પૂજાના શુભ મુહૂર્ત જાણો.

ચોપડા ખરીદી દિન

Screenshot 4

આસો વદ-6 ને શુક્રવાર
તા. 03-11-2023 ના રોજ
આખો દિવસ અને રાત્રી શુભ રવિયોગ છે.
સવારે: ચલ, લાભ, અમૃત 6.53 થી 11.06
બપોરે : શુભ 12.30 થી 01.55
સાંજે : ચલ 04.43 થી 06.08
રાત્રે : લાભ 09.19 થી 10.22

પુષ્યનક્ષત્ર યોગ :
આસો વદ-7 ને શનિવાર 04-11-2023ને
સવારે 07.56 થી આખો દિવસ અને આખી રાત્રી છે.
સવારના ચોઘડીયા :  08.18 થી 09.42 સુધી શુભ,
12.30 થી 04.43 સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયું
રાત્રીના ચોઘડીયા : 06.07 થી 07.43 સુધી લાભ
09.19 થી 12.31 સુધી શુભ, અમૃત ચોઘડીયા

રવિપુષ્યામૃત યોગ:
આસો વદ-8 ને રવિવાર તા. 05-11-2023
ના સવારના 10.28 સુધી રવિપુષ્યામૃત યોગ છે.
દિવસના ચોઘડીયા : સવારે 08.18 થી 09.42 સુધી ચલ 09.42 થી 12.30 સુધી લાભ, અમૃત અને 01.54 થી 03.18 સુધી શુભ ચોઘડીયુ
રાત્રે 06.07 થી 10.55 શુભ, અમૃત, ચલ ચોઘડીયુ

ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે. સુર્વણ, રજત, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

ધનતેરસ: ધનની દેવી લક્ષ્મી માતા, શ્રીયંત્ર અને કુબેર દેવની પૂજાથી થઈ છે લાભ

ધનતેરસ – ધન્વંતરિ પૂજન : 10 નવેમ્બર, 2023, શુક્રવાર

આસો વદ 13ને ધનતેરસ તરીકે ઉજવાય છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી માતા, શ્રીયંત્ર અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવતાઓના આયુર્વેદ દેવ ધન્વંતરિની પણ પૂજા કરાય છે. આ દિવસને ધનત્રયોદશી પણ કહેવાય છે. ધનતેરસના દિવસે વેપારીઓ નવા વર્ષના હિસાબ કિતાબના ચોપડા ખરીદે છે. આ દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે.

ધનતેરસ, ધન્વંતરિ અને ચોપડા પૂજનના શુભ મુહૂર્ત
શ્રેષ્ઠ મુહૂર્ત : સવારે 6.40 થી 11.00 વાગે સુધી
બપોરે : 12.31 થી 13.50 વાગે સુધી
સાંજે : 17.00થી 23.00 વાગે સુધી
રાત્રે : 21.30 થી 23.00 વાગે સુધી

કાળી ચૌદશ: મહાકાળી માતા,  કાળ ભૈરવ,  હનુમાનજી કરાય રાત્રે પૂજા- કાળી ચૌદશ – રૂપ ચૌદશ 11 નવેમ્બર, 2023, શનિવારScreenshot 7

આસો વદ 14ના દિવસે કાળી ચૌદશ ઉજવાય છે. કાળી ચૌદશે તંત્ર-મંત્ર વિધા શિખવા અને સિદ્ધ કરવા માટે સૌથી મહત્વ દિવસ મનાય છે. આ દિવસે મહાકાળી માતા, કાળ ભૈરવ, હનુમાનજી દેવા ઉગ્ર દેવતાઓની રાત્રે પૂજા- અરાધના કરવામાં આવે છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહેવાય છે. આ દિવસે સ્ત્રીઓ આંખમાં કાજળ આંજીને સોળ શણગાર સજી તૈયાર થાય છે. કાળી ચૌદશના દિવસે ઘરમાંથી કંકાશ કાઢવાનો રિવાજ છે. કાળી ચૌદશના દિવસે અડદાના વડા બનાવીને ચાર રસ્તા પર મૂકવામાં આવે છે. કાળી ચૌદશની રાત્રે મોટાભાગના લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. કાળી ચૌદશના દિવસે ગુજરાતના ગાંધીનગર નજીક મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીરની વિશેષ પૂજા – હવનનું આયોજન કરવામાં આવે છે.

દિવાળીએ લક્ષ્મી માતા અને શ્રીયંત્ર પૂજન

Screenshot 6

દિવાળી, લક્ષ્મી પૂજન, શારદા પૂજન: 12 નવેમ્બર, 2023, રવિવાર
દિવાળામાં લક્ષ્મી પૂજન અને શારદા પૂજનના શુભ મુહૂર્ત
શુભ મુહૂર્ત : બપોરે 2.20થી 3.50 વાગે સુધી
સાંજે : 18.00 થી 19.30 વાગે સુધી
રાત્રે : 19.31થી 21.00 વાગે સુધી
રાત્રે : 21.01થી 22.30 વાગે સુધી
રાત્રે : 2.00થી 3.30 વાગે સુધી

આસો વદ અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવાય છે. દિવાળી એ હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. એવું કહેવાય છે કે, આ દિવસે ત્રેતાયુગમાં ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પરત ફર્યા હતા. દિવાળીના દિવસે લક્ષ્મી માતાની સાથે શ્રીયંત્ર તેમજ શારદા પૂજન કરવાની પરંપરા છે. જેમાં માતા લક્ષ્મીજીની સાથે સાથે ગણેશજી અને સરવસ્તી માતાની પૂજા કરવામાં આવે છે. દિવાળીની રાત્રે ઘરની બહાર દિપ પ્રગટાવવામાં આવે છે. ફટાકડા ફોડવામાં આવે છે. ઘરે વિવિધ પ્રકારના પકવાન અને મિષ્ઠાન બનાવવામાં આવે છે.

ધોકો પડતર દિવસ
13 નવેમ્બર સોમવારે

સામાન્ય રીતે દિવાળી બાદના દિવસે નવુ વર્ષે એટલે બેસતું વર્ષ ઉજવાય છે. પરંતુ કેટલીક વાર દિવાળીના બે દિવસ બાદ નૂતન વર્ષ ઉજવાય છે. આમ દિવાળી અને નૂતન વર્ષના દિવસને ધોકો અથવા પડતર દિવસ કે ખાલી દિવસ કહેવાય છે. આ વખતે 13 નવેમ્બર, 2023ના રોજ પડતર દિવસ છે. આ થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે એટલે કે તિથિઓ પર આધારિત હોય છે. સામાન્ય રીતે પડતર દિવસે શુભ કાર્ય કરવું વર્જિત છે.

નૂતન વર્ષ અભિનંદન

નૂતન વર્ષ, બેસતું વર્ષ, ગોવર્ધન પૂજા, અન્નકુટ: 14 નવેમ્બર, 2023, મંગળવારે

નૂતન વર્ષના શુભ મુહૂર્ત

સવારે : 11.00થી 12.30 વાગે સુધી
બપોરે : 12.31 થી 14.00 વાગે સુધી
અભિજિન મુહૂર્ત: સવારે 11.44થી
12.26 વાગે સુધી

દિવાળીના પછીના દિવસે નૂતન વર્ષ ઉજવાય છે. આ દિવસથી નવા વિક્રમી સંવતની શરૂઆત થાય છે. નૂતન વર્ષ હિન્દુ પંચાગના પ્રથમ મહિના કારતક સુદ એકમના દિવસે ઉજવાય છે. તેને બેસતું વર્ષ પણ કહેવાય છે. આ દિવસે ઘણા વેપારીઓ નવા વર્ષનું મુહૂર્ત કરતા હોય છે. મંદિરોમાં ભગવાનને અન્નકુટ ધરવામાં છે. આ દિવસે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે.

લાભપાંચમ

કારતક સુદ પાંચમ ને શનિવાર 18/ 11/23 ના લાભ પાચમ સવારે 8/24 થી 9/47 શુભ ચોઘડિયું છે બપોરે 12 :32 થી 4:29 લાભ અમૃત ચોઘડિયું છે તે સમય દરમિયાન વ્યાપાર ધંધા પેઢીઓ તેમજ મશીનરી નો પ્રારંભ કરવો ખૂબ જ લાભદાય છે લાભ પાંચમ એ વરસ દરમિયાન ના વણ જોયા મુરત મા નુંએક સર્વશ્રેષ્ઠ મુરત છે આ દિવસે કોઇપણ ખરીદી જેમકે મકાન દુકાન સોના ચાંદી વેપાર ને લગતી વાહનની ખરીદી માટે શુભ દિવસ ગણવામાં આવે છે

બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે ભાઈબીજScreenshot 5

કારતસ સુદ બીજના દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવાય છે. ભાઈબીજ એ ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. ભાઈબીજના દિવસે ભાઈ પરિણીત બહેનના ઘરે જમવા જાય છે અને ભેટ-સોગાંદ આપે છે. ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. આ દિવસનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજા અને તેમની બહેન યમુના સાથે પણ જોડાયેલો છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, કારતક સુદ બીજના દિવસે યમરાજે તેમની બહેન યમુનાને ઘરે ભોજન કર્યુ અને અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યા જમશે તે નરકનુ બારણું નહીં જુએ. ભાઇ રોગી હોય્,અથવા તો બહેનના ઘરે જવાનુ ના બને તો આ ભાઇબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલુ જ ફળ મળે છે. એવી માન્યતા રહેલી છે.

હોરા કથન મુજબ બધી જ હોરામાં ચંદ્ર, બુધ, ગુરૂ અને શુક્રની હોરા શુભ છે
ચોપડાનો ઓર્ડર નોંધાવતા તેમજ ચોપડા ખરીદવા તથા નોંધાયેલ ચોપડા લાવવા ઘેરની કંસાર જમીને અગર મુખમિષ્ટિ કરીને નિકળવું શ્રેષ્ઠ છે.

Screenshot 2 Screenshot 3

રાશી પ્રમાણેના શુભ હોરા

મેષ/વૃશ્ર્વિક માટે ગુરૂના હોરા શુભ છે.
વૃષભ/તુલા માટે બુધ અને શુક્રના હોરા શુભ છે.
મિથુન/ક્ધયા માટે શુક્ર અને બુધના હોરા શુભ છે.
કર્ક/ સિંહ માટે ચંદ્ર અને ગુરૂના હોરા શુભ છે.
ધન/મીન માટે ચંદ્ર અને ગુરૂના હોરા શુભ છે.
મકર/કુંભ માટે શુક્ર અને બુધના હોરા શુભ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.