સાંસદ રામભાઇ મોકરીયા, ભૂપતભાઇ બોદર અને ગોવિંદભાઇ પટેલ સહિત રહ્યાં ઉપસ્થિત
ગ્રામીણ મહિલાઓ દ્વારા હાથ બનાવટની ચીજ વસ્તુનો લાભ આગામી 1લી નવેમ્બર સુધી મેળામાં લઇ શકાશે
પંડિત દીનદયાલ અંત્યોદય, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ આયોજિત દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે સ્વસહાય જુથ એટ્લે કે સખી મંડળની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મિક ચીજવસ્તુઓના વહેચાણથી આજીવિકાની ઉત્તમ તક પૂરી પાડવા અને ગ્રાહકોને અવનવી વસ્તુ ખરીદવાની ઉત્તમ તક મળી રહે તે માટે પ્રાદેશિક મેળો-2021નું ભાવિ આયોજન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
આ મેળો 28 ઓક્ટોબર થી આવતી 1 નવેમ્બર સુધી યોજાનાર છે ત્યારે આ તકે ઉદઘાટન માટે સાંસદ રામભાઇ મોકરિયા, જિલ્લા પંચાયત અધ્યક્ષ ભૂપત બોદર, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિત આગેવાનો હજાર રહ્યા હતા. તેઓએ તમામ સ્ટોલને વિઝિટ કરી દરેક મહિલાઓની કામગીરીને બિરદાવી હતી.
પ્રાદેશિક મેળાના આયોજન નિમિત્તે બેહેનોને સશક્ત કરવા સાથે તેઓને ઘરે બેઠા જ કામ કરી રોજગારી મળી રહે તે માટેની અનોખી તક છે. ગુજરાતભરમાં આ ઝુંબેશને ભારે પ્રતિસાદ મળ્યો છે અને અનેક બેહેનોને ઘરે બેઠા જ રોજી રોટી પૂરી પડે તે માટેની શ્રેષ્ઠ કામગીરી ચાલી રહી છે. દિવાળીના દિવસો આવી રહ્યા છે અને આપણે બધા તમામ ચીજ-વસ્તુની ખરીદી કરતાં જ હોય છે ત્યારે કોવિડના કપરા સમયથી પસાર થયા છે લોકો અને હવે કેસોના અંકમાં ઘટાડો જોવા મળ્યો છે તો વોકલ ફોર લોકલના ભાગરૂપે સૌએ અહીથી શોપિંગ કરવાની અપીલ લોકોએ અહી કરી હતી.
ડી.એલ.એમ: વી.બી. બસીયાએ વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપ્યું
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ભારત સરકારની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આ યોજના હેઠળ વિવિધ ગ્રામ્ય વિસ્તારોની બહેનો દ્વારા અનેક ચીજવસ્તુઓનું પ્રાદેશિક મેળો 2021માં પ્રદર્શન વહેંચણ માટે કરવામાં આવ્યું છે. આ મેળો 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે અને ખાસ તો હવે તહેવાર આવે છે તો મહિલાઓ ઘરે બેઠા જ કામ કરી પગભર થઈ રહે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમ આયોજન નિમિત્તે શોપિંગ સાથે વેક્સિનેશન ડ્રાઈવ પણ છે. કોવિશિલ્ડના બંને ડોઝ અહી હાજર છે અને આધાર કાર્ડર્ની મદદ થી રજીસ્ટ્રેશન કરાવી લોકો વેક્સિનેટ થઈ શકે તેવી તક પણ રાજકોટ વાસીઓને મળી રહશે. ખાસ ‘અબતક’ના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગીશ કે આ મેળાનો લોકો લાભ લે.
ધારાસભ્ય ગોવિંદભાઇએ લોકોને મેળાની મુલાકાત લેવા અપીલ કરી
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જેઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય વોકલ ફોર લોકલની વાત કરી હતી અને જણાવ્યુ હતું કે બેહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે અને પગભર થઈ સકે એ જ એક માત્ર ઉદ્દેશ્ય છે આ મેળાના આયોજન પાછળ. રાજકોટની જાણતા આ મેળાનો લાભ લે એવી આશા રાખું છું.