આગામી ૧૮ ઓક્ટોમ્બરે દિવાળી જેવા પાવન અવસરે ધાર્મીક નગરી અયોધ્યા એક અલગ રુપમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ત્રેતાયુગની અયોધ્યા જેવુ વાતાવરણ કળયુગમાં ઉતારવાનો પ્રયાસ કરશે આ ભવ્ય આયોજન દરમ્યાન દિપોત્સવના પર્વ પર અયોધ્યાને દુનિયાભરમાં પ્રસિધ્ધ કરવા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧ લાખ ૭૦ હજાર દિવાઓને અયોધ્યાની રામની પૈડી સરયુ નદીના તટ પર રોશનીથી ઝગ મગાવશે. આ ભવ્ય કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મંત્રી મંડળ સાથે અન્ય પદાધિકારી પણ હાજર રહેશે.

અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રીરામના ભવ્ય રાજ્યાભિષેક કાર્યક્રમને લઇ ઉત્તર પ્રદેશની સરકાર તૈયારીના અંતીમ ચરણમાં છે અયોધ્યાના વિકાસ માટે કેન્દ્ર સરકારે સ્વદેશ યોજનામાંથી ૧૩૫ કરોડની યોજનાની મંજુરી આપી છે.

ભગવાન શ્રીરામના રાજ્યાભિષેક કાર્યક્રમની તૈયારીઓમાં વેગ આપ્યો છે એક લાખ સીતેર હજાર દિવડાઓથી જગમગશે સરયુ તટ શ્રીરામના રાજ્યાભિષેકના ભવ્ય આયોજનમાં ૧૮ ઓક્ટોબરે બોપરે આયોજનમાં ૧૮ ઓક્ટોબરે બપોરે બે કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે જે અયોધ્યા નગરીની સીમા સાકેત મહાવિદ્યાલયથી શરુ થઇ મુખ્ય કાર્યક્રમ સ્થળ શ્રી રામ કથા પાર્ક સરયુ સુધી જાશે, સાંજે ૫.૪૫ કલાકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સરયુનદીના તટ પર સરયુ નદીની આરતી કરશે. ત્યાર બાદ રાતે ૯.૩૦ વાગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

જેમાં સરયુ તટ પર એક લાખ સીતેર હજાર દીવડાઓને પ્રગટાવવામાં આવશે અને સરયુતટને રોશનીથી ભરી દેવામાં આવશે કાર્યક્રમની શોભા વધારવા લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત સ્થાનીય રામલીલા સમિતિની સાથે-સાથે શ્રીલંકા અને ઇન્ડોનેશીયાની રામલીલા સમિતિ પણ રામલીલા ભજવશે ભગવાન રામના રાજ્યાભિષેકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.