શાળા-કોલેજોમાં વેકેશન: ઘરમાં રંગ -રોગાન, સાફ-સફાઈમાં ગૃહિણીઓ વ્યસ્ત: ફટાકડા, દિવડા, હાર-તોરણ, કપડાની ખરીદીથી બજારમાં રોનક: ફરવાના શોખીનો રજા ગાળવા પહોંચશે હિલ સ્ટેશને
દિવાળી પર્વનો આજથી એટલે કે રમા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. લોકો લાભપાંચમ સુધી દસ દિવસ હર્ષોલ્લાસ સાથે તહેવાર ઉજવવા ઉત્સુક થયા છે. બજારમાં પણ ખરીદીનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન પડી ગયું છે. લોકો ધનતેરસે લક્ષ્મી પૂજન, કાળી ચૌદશે ઘરમાંથી કકળાટ કાઢવા નૈવેધ, દિવાળીએ વેપારીઓ દ્વારા લક્ષ્મીપૂજન, નૂતનવર્ષ સગા-સ્નેહીઓને ‘સાલ મુબારક’ અને ભાઈબીજ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક હોય, દરેક ભાઈ પોતાની લાડલી બહેનને ત્યાં જમવા જશે. ત્યારબાદ લાભપાંચમના શુભ મૂહૂર્તથી લોકો પોત પોતાના કામ ધંધે વળગશે.
દિવાળીનું મીની વેકેશન ગાળવા ફરવાના શોખીનો શાંતિપ્રિય, ખુશનુમા વાતાવરણ એવા હિલ સ્ટેશનોએ પહોચી જશે.ભારતીય સંસ્કૃતિમા દિવાળીએ સૌથી મોટો તહેવાર ગણાય છે. દિવાળીના દિવસો પહેલા લોકો પોતાના કામકાજ પૂરા કરવા અને વર્ષભરનું કામ નિપટાવવા મથતા હોય છે. દિવાળી પછી લોકોમાં એક નવી આશાનું બીજ ઉગે છે. લોકો ઘરની સાફ-સફાઈ, રંગ રોગાન, વગેરે કરાવે છે. આ ઉપરાંત નવા કપડા, ટીવી ફ્રીજ જેવી જ‚રીયાતની વસ્તુઓની ખરીદી કરે છે.દિવાળીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં ગૃહ સુશોભનની વસ્તુઓ ખરીદવામાં ગૃહિણીઓ વ્યસ્ત બની છે. આ ઉપરાંત ફટાકડા, દિવડા, હાર-તોરણ, રંગોળીના રંગો, શુભ પ્રતિકોના સ્ટીકરો વગેરેની ધુમ ખરીદી થઈ રહી છે.દિવાળીના દરેક પવિત્ર દિવસની લોકો હર્ષભેર ઉજવણી કરી આનંદ લૂંટશે.
કાલે વાઘ બારસ: ગાયના પૂજન માટે ઉત્તમ દિવસ
આસોવદ બારસને રવિવારે કાલે વાઘ બારસ છે. જેને ગોવત્સધ્ધાદશી કહે છે. આ દિવસે વાછળા સહિત ગાયનું પૂજન કરવાનું મહત્વ છે.
સવારના વહેલા ઉઠી નિત્ય કર્મકરી અને ત્યારબાદ ગાયનુંપૂજન, વાછડા સહિતક કરવું ગાયને અને વાછળાને ચાંદલો ચોખા કરી ત્યારબાદ ઘાસ અર્પણ કરી અને ગાયની પ્રદક્ષીણા કરવી ચાર અથવા એક પ્રદક્ષિણા કરવી ચાર અથવા એક પ્રદક્ષીણા ફરી શકાય. ગાયને વસ્ત્રમાં ઝુલ અર્પણ કરી વાછળાને પર ઝુલ અર્પણ કરવી.
આ દિવસે જમવામા તળેલા વાસણમાં રાંધેલો તથા દૂધ, ઘી, દહી છાસ તે ભોજનમાં લેવું નહિ અને અડદનું ભોજન કરવું એટલે કે અળદમાંથી બનાવેલ વસ્તુને જમવામાં લઈ શકાય છે.
આ દિવસે ભૂમી પર શયન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું. આમ ગાયના પૂજન માટેનો ઉતમ દિવસ એટલે વાઘ બારસ.
વાઘ બારસને વસુ બારશ તથા પોડા બારશના નામથી પણ ઓળખાય છે. આજના દિવસે એક માન્યતા પ્રમાણે ગૌ માતા સમુદ્રમાંથી પ્રગટ થયા હતા.
આજના દિવસે વેપારીઓ આખા વષૅની બાકી લેવડ દેવડ પૂર્ણ કરે છે.
આજના દિવસે ગાયોને અડદના બનેલા વડા ખવરાવા શુભ ફળદાયક છે.
આજના દિવસથી ઘરની બહાર ઉપરના ભાગે દરવાજાની બાજુમાં દિવો પ્રગટાવો આથી ઘરમાં સારી ઉર્જાની પ્રાપ્ત થાય છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષી દ્વારા જણાવાયું છે.
‘હે ર્માં અમારા ઘરમાં શુભ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય’: સોમવારે ધનતેરસ
આસો વદ તેરશને સોમવાર ધનતેરશ છે. આ દિવસે સવારે નિત્યર્કમ કરી સવારના કૃષ્ણભગવાનની પૂજા કરવી ત્યારબાદ ગાયત્રીમંત્રના અગિયાર જપ કરવા.
આ દિવસે યમ દિપદાનનું પણ મહત્વ રહેલું છે. સાંજના સમયે પ્રદોશ કાળમાં ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં માટીના કોડીયામાં તલના તેલનો દીવો કરવો દિવેટ માટે ચોખ્ખુ ‚ વાપરવું અને ત્યારબાદ પ્રાર્થના કરવી આજના દિવસે મને અને મારા ઘરના લોકોને અપમૃત્યુ અથવા આકસ્મિક મૃત્યુ અકાળ મૃત્યુ ન આવે.
ધન તેરસના દિવસે ઘરમા ધનની પુજા પણ કરવી ઉતમ છે. ઘરમાં સ્થીર લક્ષ્મી રહે તે માટે ધનનું પૂજન કરવું. માતાજીને પ્રાર્થના કરવી હે માતાજી અમારા ઘરમાં શુભ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તી થાય.
આ દિવસે જુના વાસણો બદલી અને ઘરનાં નવા વાસણો ખરીદવા શુભ છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી ઉતમ માનવામાં આવે છે.
આ દિવસે ઘરમાં રહેલા સોના-ચાંદીના સીકકાનું પૂજન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. લક્ષ્મીજીનુ પુજન દુધમાં સાકાર ને ભેળવીને માતાજી ઉપર શુકન અથવા ૐ શ્રી નમ: ના જપ કરી અભિષેક કરવો.
આ દિવસે દેવોના વૈધ અને આયુર્વેદના દેવતા ધન્વન્તરી ઋષીનો જન્મ થયેલો દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કરેલુ તેમાંથી સંસારના બધાજ રોગોની મૂકિત માટે અને લોક કલ્યાણ માટે ઔષધીઓ કળશમા લઈ સાથે ભગવાન ધન્વન્તરી સમુદ્રમાંથી પ્રગટ થયેલા અને દેવતાઓએ સ્વીકારેલા આ દિવસે આયુર્વેદના જ્ઞાતાઓ લોકકલ્યાણ માટે ધન્વન્તરીનુ પૂજન કરે છે. અને પ્રજાજનોનું સા‚ આરોગ્ય રહે તેવી પ્રાર્થના કરે છે.
ધનતેરસના દિવસે સાંજના સમયે શ્રી સુકતના પાઠ અથવા ‘ૐ શ્રી હ્રીં શ્રીં કમલે કમલાયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયે નમ: ॥મંત્રના જપ કરવા તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.
ધનતેરસના શુભમૂહૂર્ત
આસો વદ-૧૩ સોમવાર તા. ૫-૧૧-૨૦૧૮
હસ્ત નક્ષત્ર રાત્રે ૮.૩૫ સુધી છે. સવારે ૬.૫૪ થી ૮.૧૮ અમૃત ચોઘડીયું સવારે ૯.૪૨ થી ૧૧.૦૬ શુભ ચોઘડીયું બપોરે ૧.૫૪ થી ૪.૪૨ ચલ અને લાભ ચોઘડીયું સાંજે ૪.૪૨ થી ૭.૪૨ અમૃત અને ચલ ચોઘડીયું ચોપડા ખરીદવા, ગાદી બિછાવવા અને લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ સમય છે. ધંન્વતરી પૂજન સાયંકાળે રાત્રીના કરવું