તોફાની સેલ, ફેસ્ટીવ ધમાકા, તહેવારોની તડાફડી.., ! દેશવાસીઓ હાલમાં માતાજીની ભક્તિ અને ગરબે ફૂદરડી ફરી રહ્યા છે ત્યારે દેશનો દુકાનદારથી માંડીને શોપિંગ મોલ અને ટુથબ્રશ થી મામડીને ટેલિવિઝન વેચવાવાળો વેપારી આગામી દિવસોમામ પોતાનો ધંધો કેવીરીતે વધારવો તેની સ્કીમો બનાવવામાં બીઝી છે. આ બધાની વચ્ચે ઇ-કોમર્સવાળા પણ પોતાનો મોરચો માંડશે. કાર કંપનીઓ કારમાં તો ટુ-વ્હિલર કંપનીઓ તેમના વાહનોમાં આકર્ષક વળતર આપવા તૈયારી કરી રહ્યા છે. આ વળતરની લાલચ સરવાળે ગ્રાકોને કેટલી લાભદાયક હોય છૈ તેની પછી ક્યારક ચર્ચા કરીશું. પરંતુ હાલમાં એકવાત સાફ છે કે આ વખતે દેશવાસીઓ ભરપુર ખરીદી કરવા તૈયાર થઇ રહ્યા છે.
તમામ સેકટરમાં ઘરાકીની આશા: ઈ-કોમર્સ વાળાએ પણ મોરચો માંડયો: ઓફરોની ભરમાર, ગ્રાહક જ રાજા
દેશમાં ખરીદીની મોસમ સફળ જશે કે નિષ્ફળ તેનો અંદાજ લગાવવાનાં ઇન્ડિકેટરો હોય છે. આ ઇન્ડિકેટરો સંકેત આપે છે કે આગામી દિવાળીના તહેવારોમાં બજારોમાં માનવ મહેરામણ ઉમટશે, લોકો પુરબહારમાં ખરીદી કરશે. આંકડા જોઇએ તોસપ્ટેમ્બર-23 મામ કાર નામ વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છૈ જેથી ઓટો સેક્ટરને વિશેષ લાભ થયો છે. આ ઉપરાંત જી.એસ.ટી નું કલેક્શન 1.62 લાખ કરોડ રૂપિયાનું થયું છે. મતલબ કે જો વેચાણ થયું તો જી.એસ.ટી વધારે ભરાયો ને? ર્વિશેષ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, તથા આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં છેલ્લા એક મહિનાનાં કરવેરાની આવકમાં 17 થી 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત માળખાકીય ઉદ્યોગોવાળા આઠ મુખ્ય સેક્ટરમાં 12.1 ટકાનો વûધ્ધિદર જોવા મળ્યો છે. આ એવા સેક્ડરો છે જેનો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્ષમાં 40.3 ટકા જેટલો ઉંચો હિસ્સો હોય છે. આજરીતે સર્વિસ સેક્ટર નાણા કમાઇ રહ્યું હોવાથી આ વર્ગના કર્મચારીઓ પણ જોરદાર ખરીદી કરે તેવી સંભાવના છે.આમ તો ભારતમાં પરંપરાગત રીતે ગણેશ ઉત્સવની સાથે તહેવારોની સિઝન શરૂ થાય છૈ અને દિવાળીનાં પાંચ દિવસનામ તહેવારો સાથે પુરી થયા છે. આમ તો દેશમાં ખાદ્યપદાર્થોનાં ભાવ આસમાને જઇ રહ્યા છે પણ સરકારી આંકડા પ્રમાણે આવશ્યક કોમોડિટીનાં ભાવ વધ્યા છે પણ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ અને ફૂગાવો કંટ્રોલમાં છે.
આ અગાઉ કંપનીઓએ ગણેશ ઉત્સવ દરમિયાન આપેલી ધમાકા ઓફરોમાં સંતોષજનક કારોબાર થયા હોવાથી સૌ ને દશેરા તથા દિવાળી ઉપર વિશેષ આશા છે. ખાસ કરીને સ્નેપડિલ, ફ્લીપકાર્ટ તથા એમેઝોન જેવી કંપનીઓએ વિવિધ ઉત્પાદનોમાં 10 ટકા થી માંડીને 90 ટકા સુધીનાં ડિસ્કાઉન્ટ સેલ ઓફર કયા હતા. આ વખતે આ કંપનીઓ ખાસ કરીને ફેશન, હોમ એપ્લાયન્સીસ, બ્યુટી, પર્સનલ કેયર, હેલ્થ અને વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઓટો સેક્ટરમાં વિશેષ ઓફરો આપશૈ.
એક સમય હતો જ્યારે જુના, ન વેચાતા, બગડી જવાનો સમય નજીક આવ્યો હોય તેવા અને અનબ્રાન્ડેડ ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ ઓફર થતા હતાં પરંતુ હવે બદલાતા સમયની સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા અને મલ્ટિનેશનલ બ્રાન્ડનાં ઉત્પાદનો પણ ડિસ્કાઉન્ટ ઓફર કરતા થયા છે. આ વખતે હિરો અને મારૂતિથી માંડીને ટી.વી.એસ અને હોન્ડા જેવી કંપનીઓ ફેસ્ટિવ સિઝનમાં નવા મોડેલો બજારમાં ઉતારી રહી છે. સાથે જ અગાઉ સફળ થયેલા મોડેલોમાં નવા કલર વાળા વાહનો પણ લાવશે. ભારતનાં દિવાળીનાં તહેવારોમાં પારિવારીક અને કોર્પોરેટ ગિફ્ટીંગ મળીને કુલ પાંચ કરોડ આઇટેમોની ખરીદી થતી હોય છે. સર્વે એજન્સીઓએ હાલમાં જ કરેલા સર્વે પમાણે 31 ટકા જેટલા ગ્રાહકો કહે છે કે તેઓ ગત દિવાળીએ કરેલી ખરીદી કરતા વધારે ખર્ચ કરશે.
ગત સિઝનમાં ઇ-કોમર્સ સેગ્મેન્ટમાં જેટલું વેચાણ થયું હતું તેના કરતા આ વખતે 18 થી 20 ટકા જેટલું વેચાણ વધવાનું અનુમાન છે. આ આંકડા 11 અબજ ડોલરે પહોંચે તેવી ધારણા છે. ઉદ્યોગ જગતનું અનુમાન છૈ કે આ વખતે નવરાત્રિમાં જ એફ.એમ.સી.જી. સેક્ટરમાં જ આશરે 12 ટકાનું સેલ્સ વધ્યું છૈ. જ્યારે ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં 15 ટકા, ઇલેક્ટ્રોનિક્સમાં 20 ટકા, મોબાઇલમાં 10 ટકા, ગ્રોસરીમાં 20 ટકા તથા રમકડાંનાં વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. આ તહેવારોમાં આશરે 14 કરોડ જેટલા ભારતીયો ઓનલાઇન સેગ્મેન્ટમાં જ નવી ખરીદી કરશે.
એકતરફ રશિયા અને યુક્રેનનાં આકાશમાં મિસાઇલોનાં લિસોટા અને વિમાનોની ઘરઘરાટી તો બે વર્ષથી ચાલે જ છે એમાં વળી હવે ઇઝરાયલે હમાસમાં ધડાકા શરૂ કર્યા છે. સ્વાભાવિક રીતે જ ક્રુડતેલનાં ભાવની અસર વૈશ્વિક ઇકોનોમીની સાથે જ ભારત ઉપર પડે છે. પણ આપણા ગ્રાહકોના મુડ કાંઇક અલગ જ છે, દિવાળી છે ભાઇ.. ! ખરીદી તો જોશમા, જમો ભલે લોજમાં પણ રહેવાનું તો મોજમાં..! જ્યાં સુધી ગ્રાહકોની આ માનસિકતા છે ત્યાં સુધી આપણા બજારોમાં રોકેટ, કંડિલ અને તારામંડળ ચમકતા રહેશે.