દિવાળી પહેલા આવતી આ એકાદશી વર્ષની છેલ્લી એકાદશી ગણવામાં આવે છે આ એકાદશી તિથીને તમામ તિથિમાં સર્વ શ્રેષ્ઠ માનવમાં આવે છે.
દિવાળીથી પહેલા આવતી આ એકાદશી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીજીના નામ પર છે. આ એક જ અગિયારસ એવી છે કે જેમાં વિષ્ણુ – લક્ષ્મી બંનેના પૂજનનું અતિ મહત્વ છે.બંનેનું સાથે પૂજન કરવામાં આવે છે. તેથી જ આ એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે.
આ સર્વ દુઃખોને હરનારી, સર્વ રીતે મંગળકારી આ એકાદશીથી જ સાચી રીતે જોઈએ તો દિવાળીના દિવસોની શરૂઆત થઈ ગણાય છે. દિવાળીનું પર્વ રમા એકાદશીની લાભપાંચમ સુધીના દસ દિવસનું હોય છે.
આ દિવસો જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દેનારા, જો શ્રદ્ધા પૂર્વક પૂજન કરવામાં આવે તો મનોકામના પરિપૂર્ણ કરનારા હોય છે. આ દિવસે વર્ત રાખવું અતિ આવશ્યક છે. આ પવિત્ર અગાયરસ જે કરે છે તેના પર ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ વરસે છે. વ્યક્તિ જીવનમાં અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે.
આ વ્રત કરવાથી આપણાં ઋષિઓએ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન, આમ આ અગિયાર નિયંત્રણો રાખવા અને ઈશ્વર સ્મરણ કરવું આ એકાદશીનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. આ રીતે વ્રત કરવું જોઈએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં સવારે પ્રાતકાળ સ્નાન કર્યા પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે