ઈનોવેટિવ સ્કૂલ દ્વારા દર વર્ષે રાજકોટના વિવિધ વિસ્તારમાં વસતા ગરીબ વસાહતોમાં રહેતા ભૂલકાઓનાં ચહેરા પર સ્મિત લાવવા માટે એક પહેલ કરાય છે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં ‘જોય ઓફ ગિવીંગ’ની સાથે સાથે દુનિયામાં કેવા લોકો હોય છે. અને કેવી વિકટ પરિસ્થિતિમાં પણ બીજા બાળકો કેટલા ખુશ રહી શકે છે. તે દેખાડવાનું છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાનું જુનુ રમકડું ગીફ પેક કરીને ગરીબ વસાહતોમાં જઈને આ રમકડાનું વિતરણ કરે છે.
આ વર્ષેણ કે.જી.થી લઈને ધો.૧૨માં સુધીનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિઓ તરીકે કુલ ૩૦ વિદ્યાર્થીઓને રમકડાના વિતરણ માટે લઈ જવામાં આવ્યા હતા. આમાંથી ૧૫-૧૬ વિદ્યાર્થીઓની બે ટીમ બનાવીને વિવિધ વિસ્તારમાં આ રમકડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળાના તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓએ તેમજ આચાર્યાએ શુભેચ્છાઓ આપી હતી. તથા આવા અનેકાનેક કાર્યક્રમોનું આયોજન કરીને પ્રોત્સાહન પૂરૂ પાડયું હતુ.