૭૦૦ રંગોળી ધરાવતી સ્પર્ધાને વર્લ્ડ રેકોર્ડઝ ઓફ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજીત દિવાલી કાર્નિવલમાં પ્રમ દિવસે સ્માર્ટ સિટી મિશન ટ્રસ્ટના સહયોગ સો રંગોળી સ્પર્ધાનું રંગબેરંગી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા જાહેર યેલ રંગોળી અને તેના આર્ટિસ્ટ/ગ્રુપ્ના નામો જાહેર કરવામાં આવેલ છે.
આ અંગેની જાહેરાત કરતા મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ રંગોળી સ્પર્ધામાં પ્રમ ક્રમે હરેશભાઈ બાદલીયા, દ્વિતીય ક્રમે મનીષભાઈ પરમાર અને તૃતીય ક્રમે નિકીતા પટેલ વિજેતા ઘોષિત યા હતાં. જેઓને અનુક્રમે રૂ. ૧૫,૦૦૦/- તા રૂ. ૧૦,૦૦૦/- તા રૂ. ૫,૦૦૦/- નો પુરષ્કાર અપાશે. જ્યારે અન્ય ૧૭ સ્પર્ધકોને આશ્વાસન પુરષ્કાર પેટે એક-એક હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનારા ૩૫૦૦ જેટલા સ્પર્ધકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહયા છે. સ્પર્ધામાં તમામ એઈજ ગ્રુપ્ની મળીને કુલ ૮૦૦ જેટલી એન્ટ્રી આવી હતી.
જે પૈકી ૩૫૦૦ સ્પર્ધકોએ રેસકોર્સ રિંગ રોડ ફરતે કુલ ૭૦૦ રંગોળી બનાવી હતી. જેમાં ૨૦૦ રંગોળી એપેક્ષ પેઈન્ટ્સ લીક્વીડ કલર અને ૫૦૦ રંગોળી ચિરોડી રંગ વડે દોરવામાં આવી હતી. આ મેગા આયોજનને વર્લ્ડ રેકોર્ડઝ ઓફ ઇન્ડિયા બુકમાં સન મળ્યું છે અને તેનું પ્રમાણપત્ર પણ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત ઇ ચૂક્યું છે. આ આયોજનમાં ગ્લોબલ પેઈન્ટ્સ દ્વારા કલર સ્પોન્સરશિપ આપવામાં આવી હતી.દિવાલી કાર્નિવલના પ્રમ દિવસે સાંજે ૫.૦૦ વાગ્યાી સ્પર્ધકોએ રંગોળી દોરવાનું શરૂ કર્યું હતું.
સ્પર્ધાના જજ તરીકે આશિત ભટ્ટ, પ્રદીપ દવે અને ચૈતન્યભાઈએ સેવા આપી હતી. જજ પેનલે રાત્રીના ૧૨.૩૦ વાગ્યા સુધીમાં રેસકોર્સ રિંગ રોડના બે રાઉન્ડ લઈને ૭૦૦ રંગોળીમાંી ૨૦ રંગોળી શોર્ટ લીસ્ટ કરી હતી. ત્યારબાદ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાત્રે ૧.૩૦ વાગ્યે રંગોળીઓ નિહાળી પ્રમ ત્રણ વિજેતા રંગોળીઓ અને તેના આર્ટિસ્ટના નામો નક્કી કર્યા હતાં. આ સ્પર્ધામાં કુલ ૬૦૦ લીટર પેઈન્ટ્સ કલર અને ૪૦૦૦ કિલો ચિરોડી કલરનો ઉપયોગ યો હતો. સ્પર્ધામાં સામેલ નહી તેવી ૫ બાય ૫૦ ફૂટની તેમજ ૫ બાય ૨૫ ફૂટની વિરાટ કદની ત્રણ ્રીડી રંગોળીઓ પણ વિશે આકર્ષણરૂપ બની હતી. સ્પર્ધાના ત્રણેય જજને મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતાં.