દિવાળીમાં રાજકોટ એસ.ટીની એક્સટ્રા 50 બસ દોડશે
દિવાળીના તહેવારોને લઈને એસ.ટીમાં અત્યારથી મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. પોતાના વતન જવા અથવા ફરવા જવા માટે સલામત સવારી ગણાતી એસ.ટીનો સૌથી વધુ લોકો ઉપયોગ કરે તે માટે રાજકોટ એસ.ટી ડીવીઝન દ્વારા એકસ્ટ્રા 50 બસ દોડાવાનું નક્કી કરાયું છે.
રાજકોટ એસ.ટીના વિભાગીય નિયામકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે , દિવાળીના તહેવાર માં એસ.ટી મારફત મુસાફરોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. જેમાં રાજકોટથી જૂનાગઢ, લીંબડી, ગોંડલ, કાલાવડ, જામનગર અને અમદાવાદ સહિતના રૂટ પર એસ.ટી બસ મુકવામાં આવશે અને જરૂર પડે તો વધારાની બસો પણ દોડાવવામાં આવશે.